સુશાંતસિંહના મૃત્યુકેસમાં રિયા ચક્રવર્તીની સીબીઆઇએ આઠ કલાક પૂછપરછ કરી

29 August, 2020 07:31 AM IST  |  Mumbai | Mumbai correspondent

સુશાંતસિંહના મૃત્યુકેસમાં રિયા ચક્રવર્તીની સીબીઆઇએ આઠ કલાક પૂછપરછ કરી

રિયા ચક્રવર્તી

સુશાંતસિહ રાજપૂત આત્મહત્યા કેસમાં સબીઆઇએ ગઈ કાલે રિયા ચક્રવર્તીની ૮ કલાક પૂછપરછ કરી હતી. ડીઆરડીઓ ગેસ્ટહાઉસમાં સીબીઆઇએ પહેલી વાર રિયાની પૂછપરછ કરી હતી.

સીબીઆઇએ સમન્સ મોકલતાં પૂછપરછ માટે ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચેલી રિયાએ જ્યારે ત્યાં મીડિયા-કર્મચારીઓને કૅમેરા સાથે જોયા ત્યારે તે ગુસ્સે ભરાઈ હતી અને તેણે પોતાની કોણી કારના કાચ સાથે અથડાવીને રોષ વ્યક્ત કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યા અનુસાર સીબીઆઇએ રિયાને પૂછ્યું હતું કે તું ક્યારે સુશાંત સાથે પરિચયમાં આવી હતી? ક્યારથી તેને ડેટ કરવાનું ચાલુ કર્યું હતું? સુશાંત સાથે તારા કેવા સંબંધ હતા? તમારા યુરોપ-પ્રવાસ વખતે શું બન્યું હતું? તું સુશાંતને સારવાર માટે ક્યારે લઈ ગઈ હતી? શા માટે તેં સુશાંતના પપ્પાના કૉલ ઇગ્નોર કર્યા હતા? સીબીઆઇએ આ બધી માહિતી તેની પાસેથી માગી હતી.

રિયાને એવું પણ પૂછવામાં આવ્યું કે શા માટે તે ૮ જૂને સુશાંતનું ઘર છોડી દીધું હતું? તેના મેસેજ ઇગ્નોર કર્યા હતા અને ત્યાર બાદ તેનો નંબર કેમ બ્લૉક કરી દીધો હતો? સુશાંતના મૃત્યુની તને ક્યારે જાણ થઈ હતી? કોણે તને આને વિશે જણાવ્યું? તું સુશાંતના ફ્લૅટ પર ક્યારે ગઈ હતી?કૂપર હૉસ્પિટલ ક્યારે ગઈ હતી? વગેરે માહિતી તેની પાસે માગી હતી.

હાલમાં કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ રિયાના કૉલ-રેકૉર્ડ્સ અને ચૅટ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને સોંપ્યાં હતાં. એ ચૅટમાં એવવું જણાઈ આવ્યું છે કે કોઈના કહેવાથી તે સુશાંતને ડ્રગ્સ આપતી હતી.

દરમ્યાન ઈડીએ ગઈ કાલે ગૌરવ આર્યને તેની ગોવાના અંજુનામાં આવેલી હોટેલ ટેમરીન પર નોટિસ (સમન્સ) મોકલાવી તેને તપાસ માટે હાજર રહેવા જણાવ્યું છે. સુશાંત અને રિયાએ તેને ૨૦૧૭માં મોકલાવેલા કેટલાક મેસેજને લઈને આ સમન્સ મોકલાવ્યું છે. એ મેસેજમાં ડ્રગ્સને લગતો ઉલ્લેખ હતો.

sushant singh rajput rhea chakraborty mumbai mumbai news Crime News mumbai crime news central bureau of investigation crime branch