શૌવિક ચક્રવર્તીના સ્કૂલના ફ્રેન્ડ સૂર્યદીપ મલ્હોત્રાની ધરપકડ કરાઈ

15 September, 2020 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૌવિક ચક્રવર્તીના સ્કૂલના ફ્રેન્ડ સૂર્યદીપ મલ્હોત્રાની ધરપકડ કરાઈ

શૌવિક ચક્રવર્તી અને રિયા ચક્રવર્તી

એસએસઆર કેસ ડ્રગ-ઍન્ગલમાં એનસીબીની તપાસ આગળ વધી છે. એનસીબીએ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીના સ્કૂલ-ટાઇમ ફ્રેન્ડ સૂર્યદીપ મલ્હોત્રાના ઘરે દરોડો પાડીને તેની ગઈ કાલે ધરપકડ કરી હતી. એક ટીવી ચૅનલને જણાવ્યું હતું કે આ તપાસમાં સામેલ થનારા અને ધરપકડ કરાયેલા લોકોમાં સૂર્યદીપ મલ્હોત્રા એક નવું નામ છે.

રવિવારે એનસીબીએ ડ્રગ કેસમાં કરમજિત સિંહ, ડ્વેન ફર્નાન્ડીઝ, સંકેત પટેલ, અંકુશ અર્નેજા, સંદીપ ગુપ્તા અને આફતાબ ફતેહ અન્સારી નામની છ વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમને વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. આ છ વ્યક્તિઓમાં એક ઑટોરિક્ષા-ડ્રાઇવર અને એક મોટી રેસ્ટોરાંના માલિકનો સમાવેશ થાય છે. એનસીબી મુંબઈ ઝોનલ યુનિટ ટીમ દ્વારા સમીર વાનખેડેની આગેવાનીમાં મુંબઈ અને ગોવામાંથી ધરપકડ કરાયા હતા તથા તેમને મુંબઈમાં એક મૅજિસ્ટ્રેટ સમક્ષ વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી હાજર કરવામાં આવશે એમ એનસીબીના નાયબ ડિરેક્ટર કે. પી. એસ. મલ્હોત્રાએ જણાવ્યું હતું.

જોકે ઝોનલ ડિરેક્ટર સમીર છાબરાએ જણાવ્યું હતું કે તેમને હજી સુધી સેલિબ્રિટીના નામ વિશે કઈ માહિતી મળી નથી. સૂર્યદીપ મલ્હોત્રાની ધરપકડ પછી એ‌નસીબીને હવે ડ્રગ્સ મામલામાં નવી કડીઓ મળશે એવી આશા રખાય છે. જોકે હજી સુધી રિયા સિવાય કોઈ મોટી સેલિબ્રિટીની આ કેસમાં અરેસ્ટ નથી થઈ.

sushant singh rajput rhea chakraborty mumbai news Crime News mumbai crime news mumbai police mumbai bihar bandra suicide