કોની ધરપકડ કરવી એ દર્શકોને પૂછવું એ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ છે?

22 October, 2020 12:29 PM IST  |  Mumbai | Agency

કોની ધરપકડ કરવી એ દર્શકોને પૂછવું એ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ છે?

બોમ્બે હાઈકોર્ટની બહાર એક પૉલીસ ગાર્ડ છે

બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે રિપબ્લિક ટીવીને સવાલ કરીને જવાબ માગ્યો હતો કે જે કેસની તપાસ ચાલી રહી છે એ કેસમાં કોની ધરપકડ કરવી જોઈએ એવો સવાલ દર્શકોને કરવો અને વ્યક્તિના હક્કો પર તરાપ મારવી એ શું ‘ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ છે’?

ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચે હેશટૅગ કૅમ્પેન તથા ચૅનલે પ્રસારિત કરેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સંબંધિત સમાચારના ઘણા અહેવાલોનો સંદર્ભ ટાંક્યો હતો.

અદાલતે ટ્વિટર પર ચૅનલના અરેસ્ટરિયા હેશટૅગની નોંધ લીધી હતી.

સાથે જ તેણે ચૅનલના વકીલ માલવિકા ત્રિવેદીને પૂછ્યું હતું કે ‘રિપબ્લિક ટીવીએ શા માટે મૃતદેહની તસવીરો દર્શાવી હતી અને શા માટે અભિનેતાનું મોત આત્મહત્યા હતી કે હત્યા એની અટકળો કરી હતી.’

અહીં ફરિયાદ અરેસ્ટરિયા હેશટૅગ અંગે છે. શા માટે એ ચૅનલના ન્યુઝનો ભાગ છે? એવો સવાલે બેન્ચે કર્યો હતો.

જ્યારે કેસની તપાસ ચાલી રહી છે અને મુદ્દો એ છે કે એ હત્યા છે કે આત્મહત્યા અને એ સમયે ચૅનલ કહી રહી છે કે એ હત્યા છે, શું આ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ છે? એમ તેણે પ્રશ્ન કર્યો હતો.

પ્રેસને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત અંગેના રિપોર્ટિંગથી નિયંત્રિત રાખવામાં આવે એની માગણી કરતી સંખ્યાબંધ જાહેર હિતની અરજીઓ પરની આખરી દલીલોની સુનાવણી કરવા દરમિયાન બેન્ચે ઉપરોક્ત અવલોકનો કર્યાં હતાં.

અરજીઓમાં ટીવી ન્યુઝ-ચૅનલોને આ કેસ મામલે મીડિયા ટ્રાયલ હાથ ધરતી અટકાવવાની પણ માગણી કરાઈ હતી.

mumbai mumbai news sushant singh rajput bombay high court