ધરપકડનો ડર સતાવે છે સુશાંતની બહેનોને, જાણો કેમ...

28 October, 2020 03:14 PM IST  |  Mumbai

ધરપકડનો ડર સતાવે છે સુશાંતની બહેનોને, જાણો કેમ...

સુશાંત સિંહ તેની બહેનો સાથે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની બહેનો પ્રિયંકા સિંહ અને મિતુ સિંહને ધરપકડની ચિંતા સતાવી રહી છે તેથી બંને બહેનોએ બોમ્બે હાઈકોર્ટને તેમની અરજીની વહેલી તકે સુનાવણી કરવા વિનંતી કરી છે.

સુશાંતની બંને બહેનોને સીબીઆઈની ધરપકડનો ડર છે. રિયા ચક્રવર્તીએ આ બંને સામે એફઆઈઆર દાખલ કરી હતી. 4 નવેમ્બરે પ્રિયંકા અને મીતુની અરજી પર સુનાવણી થવાની છે. જસ્ટીસ એસ.એસ. શિંદે અને એમ.એસ. કર્નિખાસની સંયુક્ત બેંચ આ અરજીની સુનાવણી કરશે.

પ્રિયંકા સિંહ અને મિતુ સિંહે પણ અરજીમાં રિયા ચક્રવર્તીની એફઆઈઆરને રદ કરવાની માંગ કરી છે. રિયાએ આરોપ લગાવ્યો છે કે પ્રિયંકા અને તેના પરિચિત દિલ્હીના ડોક્ટર સુશાંતની સલાહ લીધા વિના ગેરકાયદેસર રીતે સાયકોટ્રોપિક દવાઓ લખી આપે છે. તેની બહેને દવા ખાવાનું દબાણ કર્યા પછી એક અઠવાડિયા પછી સુશાંતનું અવસાન થયું હતું અને તેની બહેન સાક્ષી છે કે આ દવા ખાતા પહેલા તેણે કોઈ ડોક્ટરની સલાહ લીધી નહોતી.

દાખલ કરેલી અરજીમાં સુશાંતની બહેનોના એડવોકેટ માધવ થોરાટે દાવો કર્યો છે કે, આ દવાઓ પર પ્રતિબંધ નથી અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 11 એપ્રિલે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા, ટેલિમેડિસિન વિશે કહે છે, "પ્રથમ વખત પરામર્શ માટે તે પછી પણ દર્દીને દવા આપવાની છૂટ છે. "

રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશીંદે સુશાંતની બહેનો દ્વારા દાખલ કરેલી અરજીનો જવાબ આપ્યો છે. મીડિયાના એક અહેવાલ મુજબ, રિયાએ સોગંદનામામાં લખ્યું છે કે, "સુશાંત દિલ્હીમાં નહીં પણ મુંબઇમાં રહેતો હતો. તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે ડો. તરુણ કુમારે કાર્ડિયોલોજિસ્ટ હોવાને કારણે દર્દી માટે સાયકોટ્રોપિક સબસ્ટેશન લખ્યા હતા. તેઓ મળ્યા પણ નથી. સુશાંત અને ડોક્ટર વચ્ચે કોઈ ટેલિકકોનફરન્સ થઈ નથી. "

sushant singh rajput bombay high court mumbai