સુશાંતની મૅનેજરના કેસમાં નવો ટ્‍વિસ્ટ: દિશાની લાશ પર એકેય કપડું નહોતું

09 August, 2020 07:07 AM IST  |  Mumbai | Mumbai correspondent

સુશાંતની મૅનેજરના કેસમાં નવો ટ્‍વિસ્ટ: દિશાની લાશ પર એકેય કપડું નહોતું

દિશા સાલિયન

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના પાંચ દિવસ પહેલાં તેની મૅનેજર દિશા સાલિયને આત્મહત્યા કરી હતી. તેનો પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ રિપબ્લિક ટીવીને પ્રાપ્ત થયો છે. એ રિપોર્ટમાં ૯ જૂને દિશાનું મૃત્યુ ઊંચાઈએથી પડવાને કારણે થયું હોવાનું અને મૃતદેહ નિર્વસ્ત્ર સ્થિતિમાં હોવાનું નોંધવામાં આવ્યું છે.

મેડિકલ ઑફિસર ડૉ. જાધવે ૧૧ જૂને સહી કરેલા પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં ‘કપડાંની સ્થિતિ- ભીનાં હતાં કે કોરાં, એના પર લોહીના ડાઘ હતા કે નહીં?’ એ કૉલમમાં ‘નગ્ન દેહ’ એટલું જ લખવામાં આવ્યું હતું. એ રાતે દિશા જે પાર્ટીમાં હાજર રહી હતી એમાં કેટલાક વગદાર સત્તાધારીઓ હાજર હોવાના બિનઆધારભૂત અહેવાલો વચ્ચે પોસ્ટમૉર્ટમ-રિપોર્ટની વિગતો પ્રકાશમાં આવી છે.

રાજકારણીઓ અને સેલિબ્રિટીઝ પણ આ ગુનાહિત કૃત્ય હોવાના દાવા કરી ચૂક્યા છે. દરમ્યાન ૮ જૂને રાતે દિશા પાર્ટી માણી રહી હોવાનો વિડિયો પણ રિપબ્લિક ટીવીને પ્રાપ્ત થયો છે. એ વિડિયોમાં અન્ય મિત્રોની સાથે દિશાનો મંગેતર રોહન રાય પણ દેખાય છે. પાર્ટીનું સ્થળ મલાડના એક હાઇરાઇઝ બિલ્ડિંગના ૧૪મા માળ પરનો રોહનનો ફ્લૅટ છે. ઉપરથી કૂદીને આપઘાત કરતાં પહેલાં દિશા એક ઓરડામાં પુરાઈ ગઈ હતી.

દિશાના મૃત્યુને સુશાંતના મૃત્યુ સાથે સાંકળવામાં આવે છે. સુશાંતની મિત્ર સ્મિતા પરીખે રિપબ્લિક ટીવી પર દાવો કર્યો હતો કે સુશાંતે દિશાના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી મારી બહેનને કહ્યું હતું કે ‘એ લોકો હવે મને છોડવાના નથી.’

મારી દીકરીને બદનામ ન કરો
દરમ્યાન દિશા સાલિયનના પેરન્ટ્સે અન્ય એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મીડિયા મારી દીકરીને બદનામ કરીને પોતાનો લાભ ન લે. રોહન અને મારી દીકરી લગ્ન કરવાનાં હતાં. રોહન અમારા ઘરે પણ રહ્યો હતો. મારી દીકરી ઘણી જ મહત્ત્વાકાંક્ષી હતી. તેના કેટલાક પ્રોજેક્ટ રદ થવાને કારણે તે ઘણી ટેન્શનમાં હતી. જોકે તે આવું પગલું ભરશે એવી અમને આશા નહોતી. કેટલીક ટીવી-ચૅનલો દ્વારા મારી દીકરીની છાપને ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

sushant singh rajput mumbai police Crime News mumbai crime news mumbai news