SSR કેસ: રિયા ચક્રવર્તી અને શોવિક સહિત તમામ છ આરોપીઓની જામીન અરજી રદ

11 September, 2020 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SSR કેસ: રિયા ચક્રવર્તી અને શોવિક સહિત તમામ છ આરોપીઓની જામીન અરજી રદ

રિયા ચક્રવર્તી

14 જુનના આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા પછી અરેસ્ટ થયેલી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે ચુકાદો આવ્યો છે. કોર્ટે સતત બીજી વખત જામીન અરજી ફગાવી દીધા છે. મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે નિર્ણય રિઝર્વ કરી દીધો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી રિજેક્ટ થઇ ત્યારબાદ રિયાએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી, જેને પણ રિજેક્ટ કરી દેવાઈ છે. કોર્ટે રિયા સહિત તમામ છ આરોપીઓની જામીન અરજી નામંજૂરી કરી છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ રિયાને મંગળવારે અરેસ્ટ કરી હતી.

શુક્રવારે રિયા ચક્રવર્તી તેનાં ભાઇ શોવિક ચક્રવર્તી, દિપેશ સાવંત, સૈમ્યુઅલ મિરાંડા સહિત તમામ છ જણની જામીન અરજી રદ થઇ ગઇ છે. NCBએ રિયાના ભાઈ શોવિકની જામીન અરજીનો વિરોધ કરી કહ્યું કે, તે ડ્રગ સિન્ડિકેટનો એક્ટિવ મેમ્બર છે. રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીને રિયાની જેમ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. તેની સાથે સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, ડ્રગ પેડલર અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રાને પણ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ તમામની સાથે સુશાંતના હાઉસ સ્ટાફ દીપેશ સાવંતની પણ જામીન અરજી રિજેક્ટ થઇ છે.

NCBએ ગુરુવારે જામની અરજીનો કડક વિરોધ કરતાં કહ્યું હતું કે, ભલે આ મામલે જપ્ત કરવામાં આવેલાં માદક પદાર્થની માત્રા ઓછી હતી પણ તેનું મુલ્ય 1,85,200 રૂપિયા હતું. જામીન અરજીનાં જવાબમાં દાખલ કરવામાં આવેલાં સોગંદનામામાં રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત માટે માદક પદાર્થની વ્યવસ્થા કરતાં હતાં અને તેનાં રૂપિયા વાપરતાં હતાં. આ સાથે સહ આરોપી દીપેશ સાવંત દ્વારા આપવામાં આવેલાં નિવેદન મુજબ, તે સુશાંત અને રિયાનાં નિર્દેશથી માદક પદાર્થ ખરીદતો હતો. NCBએ ત્રણ દિવસ સુધી પૂછપરછ બાદ મંગળવારે રિયાની ધરપકડ કરી હતી. જે હાલમાં પણ ન્યાયિક હિરાસતમાં છે. શોવિક અને સૈમ્યુઅલ મિરાંડાની એજન્સીએ ગત અઠવાડિયે જ ધરપકડ કરી હતી.

mumbai mumbai news sushant singh rajput rhea chakraborty