ઍલ્ગરિધમ સિસ્ટમથી કામ થશે પાંચ થિયરી પર મર્ડર પ્લસ 4 થિયરી

29 September, 2020 07:20 AM IST  |  Mumbai | Rashmin Shah

ઍલ્ગરિધમ સિસ્ટમથી કામ થશે પાંચ થિયરી પર મર્ડર પ્લસ 4 થિયરી

સુશાંતસિંહ રાજપૂત માટે ન્યાય માગતું મુંબઈમાં લાગેલું હોર્ડિંગ.

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના કેસમાં સીબીઆઇ કોઈ એક કારણ પર પહોંચવાને બદલે એણે હજી પણ તમામ રસ્તા ખુલ્લા રાખ્યા છે અને ખુલ્લા રાખેલા એ રસ્તાઓ પર તપાસ ચાલુ જ છે. સીબીઆઇએ ખુલ્લા રાખેલા રસ્તાઓમાં સુશાંતના અપમૃત્યુ માટે પાંચ થિયરી નક્કી કરી છે, જેમાં સુશાંતના મર્ડરથી માંડીને મહારાષ્ટ્ર પોલીસે જે વાતને સૌની સામે મૂકી હતી એ સુસાઇડની થિયરી પણ અકબંધ છે. જોકે ઇમ્પોર્ટન્ટ જો કોઈ વાત હોય તો એ છે કે સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ-કેસની તપાસ માટે મુંબઈ આવેલી સીબીઆઇની ટીમે સુશાંતના મર્ડરની શંકાવાળી થિયરી હજી પણ અકબંધ રાખી છે અને એ રસ્તે તપાસ કરવાનું બંધ કર્યું નથી. આ જ વાતની સાબિતી છે ગઈ કાલે સીબીઆઇએ આપેલું ઑફિશ્યલ સ્ટેટમેન્ટ, ‘તમામ પાસાંની તપાસ થઈ રહી છે અને એકેય પાસાને હજી સુધી નકારી નથી કઢાયો.’

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ વિશે બીજી જે થિયરી પર કામ ચાલી રહ્યું છે એમાં એક થિયરી છે કે સુશાંતનું પ્રી-પ્લાન્ડ મર્ડર, તો એક થિયરી છે કે સુશાંતના મૃત્યુ માટે લાંબા સમયનું પ્લાનિંગ અને એ પ્લાનિંગ મુજબનું એક્ઝ‌િક્યુશન એક થિયરી છે, સુશાંતસિંહ રાજપૂતે સુસાઇડ કરવું પડે એવા સંજોગો ઊભા કરવા. આ તમામ થિયરી એ સંદર્ભના પુરાવા કે પછી એ સંદર્ભનાં સ્ટેટમેન્ટ મળ્યાના આધારે ઊભી કરવામાં આવી છે. આ પુરાવા, આ સ્ટેટમેન્ટ અને આ સંદર્ભ સાથે સુશાંતના પોસ્ટમૉર્ટમ-રિપોર્ટને જોડીને નિર્ણય લઈ શકાયો હોત, પણ પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં અનેક ત્રુટિઓ હોવાથી એ શક્ય નથી રહ્યું, તો સાથોસાથ હૉસ્પિટલ પાસેથી મળેલા વિશેરાની કન્ડિશન પણ ખરાબ હોવાથી એનો સ્ટડી પણ અઘરો થઈ ગયો છે. જેને લીધે હવે અપનાવવામાં આવેલી થિયરી પર આગળનું કામ સ્ટેટમેન્ટ, પુરાવા અને સંદર્ભના આધારે કરવામાં આવે એવી શક્યતા છે.

આ થિયરી પર કામ કરવા માટે તમામ બાબતોનું ક્રૉસ-વેરિફ‌િકેશન થશે અને ક્રૉસ-વેરિફ‌િકેશનના આધારે ઍલ્ગરિધમ સિસ્ટમ ઊભી કરવામાં આવશે અને એના આધારે નિષ્કર્ષ પર પહોંચવામાં આવે એવી સંભાવના છે. એક સંભાવના એ પણ છે કે સીબીઆઇ સુશાંતસિંહ રાજપૂતના કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને પણ સાથે જોડે અને બ્યુરોને મળેલા પુરાવા અને રેફરન્સને પણ સુશાંતસિંહ રાજપૂતના કેસની સાથે જોડે.

mumbai mumbai news Crime News mumbai crime news mumbai crime branch sushant singh rajput rhea chakraborty Rashmin Shah