સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં NIAની થશે એન્ટ્રી

23 September, 2020 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં NIAની થશે એન્ટ્રી

ફાઈલ તસવીર

34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસની તપાસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરી શકે છે. કેન્દ્ર સરકારે અભિનેતાના કેસમાં NIA દ્વારા ડ્રગ સાથે જોડાયેલી બાબતોની તપાસ કરવાની મંજૂરી આપી છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં આ ચોથી કેન્દ્ર સરકાર એજન્સીની એન્ટ્રી છે. અત્યાર સુધી આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ED), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન (CBI) અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) કરી રહ્યા હતા. એનસીબીની તપાસમાં આ ડ્રગનું બૉલીવુડ કનેક્શન અને તેનું પાકિસ્તાન સાથેનું કનેક્શન હોવાનું બહાર આવતાં આ કેસમાં તપાસ વધારે મજબુત થઈ છે.

'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના રિપોર્ટ પ્રમાણે, નાણાં અને મહેસૂલ વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યો સાથે પરામર્શ કર્યા પછી સેન્ટર સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 53 હેઠળ એનઆઈએમાં નિરીક્ષકોની કક્ષાના અધિકારીઓ'ની સત્તાનો ઉપયોગ કરવા અને કર્તવ્યોનું પાલન કરવા આમંત્રણ આપે છે. આ વિભાગ મંજૂરી આપે છે કે સરકાર આ અધિનિયમ હેઠળ કોઈપણ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારીની સત્તા કોઈપણ અધિકારીને આપી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે, આ કેસ સાથે જોડાયેલા સરકારી સ્ત્રોતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ અને લોનના કેસો સામે આવ્યા બાદ એનઆઈએને આ કેસની તપાસ સોંપવામાં આવી શકે છે. અન્ય એક સરકારી અધિકારીએ કહ્યું કે, આ સૂચનાનું મહત્ત્વ એ છે કે જે કેસો પહેલા ફક્ત એનસીબીના કાર્યક્ષેત્ર હેઠળ હતા તે હવે એનઆઈએ દ્વારા તપાસ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે, 2008ના આતંકી હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે એનઆઈએ એક્ટમાં સુધારો કરીને તપાસ એજન્સીને માનવ દાણચોરી, નકલી નોટો અને સાયબર આતંકવાદને લગતા કેસોની તપાસ માટે પણ સત્તા આપવામાં આવી હતી. પરંતુ માદક દ્રવ્યો સાથે સંબંધિત કેસની તપાસનો અવકાશ તેના અધિકારક્ષેત્રની બહારનો હતો.

sushant singh rajput crime branch central bureau of investigation anti-narcotics cell