ટેક્સ્ટ મેસેજિસને આધારે ફરિયાદ નહીં નોંધવામાં DCPએ કઈ અજૂગતું કર્યુ નથી

10 August, 2020 09:57 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

ટેક્સ્ટ મેસેજિસને આધારે ફરિયાદ નહીં નોંધવામાં DCPએ કઈ અજૂગતું કર્યુ નથી

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહના જીવને જોખમ હોવાના રાજપૂતના બનેવીએ મોકલેલા સંદેશાને આધારે ફરિયાદ નહીં નોંધીને ઝોન-9ના ડીસીપી પરમજિત દહિયાએ કંઈ અયોગ્ય કર્યું નહીં હોવાનું સામાન્ય નાગરિકો માને છે. સુશાંતના બનેવીએ ગયા ફેબ્રુઆરી મહિનામાં બાંદરા ક્ષેત્રનો અખત્યાર સંભાળતા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પરમજિત દહિયાને ટેક્સ્ટ મેસેજિસ મોકલીને સુશાંતનો જીવ જોખમમાં હોવાની જાણ કર્યા પછી પોલીસે કેસ કેમ ન નોંધ્યો એની ચર્ચા ચાલે છે. એ સંજોગોમાં આઇપીએસ અમલદારોએ વૉટ્સઍપ ગ્રુપ્સ પર જનમત લીધો હતો. જનમતમાં એમણે પૂછ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં સુશાંતના બનેવી અને હરિયાણાના સિનિયર આઇપીએસ અમલદાર ઓ. પી. સિંહે ડીસીપી દહિયાને મોકલેલા ટેક્સ્ટ મેસેજિસને આધારે ફરિયાદ નહીં નોંધવાનું મુંબઈ પોલીસનું પગલું યોગ્ય હતું કે નહીં? એ સવાલના જવાબમાં મોટા ભાગના નાગરિકોએ કહ્યું હતું કે સુશાંતના પરિવારે પોલીસ સ્ટેશનમાં કે મોટા પોલીસ અધિકારીને મળીને પરિસ્થિતિની જાણ કરવાની જરૂર હતી. પરમજિત દહિયાને મોકલેલા ટેક્સ્ટ મેસેજિસને આધારે ફરિયાદ નહીં નોંધીને પોલીસે કંઈ અયોગ્ય કામ કર્યું નથી.

mumbai mumbai news sushant singh rajput mumbai police rhea chakraborty bihar crime branch mumbai crime branch sanjeev shivadekar