Sushant Singh Rajput Case: મેનેજર શ્રુતિ મોદી ડ્રગ્ઝ કલ્ચરથી વાકેફ હતી?

03 September, 2020 07:49 PM IST  |  | Gujarati Mid-day Online Correspondent

Sushant Singh Rajput Case: મેનેજર શ્રુતિ મોદી ડ્રગ્ઝ કલ્ચરથી વાકેફ હતી?

સુશાંત સિંહ રાજપુત

સુશાંત સિંહ રાજપુત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્ઝની કડી શોધવાની માથાકુટ ચાલી રહી છે અને એક્ટરના બૉડી ગાર્ડ તરીકે કામ કરી ચૂકેલી એક વ્યક્તિએ મોંઘા ચરસ અને ગાંજો જેને મારીઆના (Marijuana) પણ કહે છે તેની એક્ટરને લત હતી તેવી વાત કબુલી છે. આ વાત ઇન્ડિયા ટૂડેના એક રિપોર્ટ અનુસાર અહીં ટાંકી છે. વળી સુશાંત સિંહ રાજપુતની મેનેજર શ્રુતિ મોદીના વકીલ અશોક સરાઓગીનું બયાન જાહેર થયુ છે જે અનુસાર શ્રુતિ મોદી સુશાંતને ત્યાં કામે જોડાઇ પછી તરત જ તે નોકરી છોડવા માગતી હતી કારણકે દસેક દિવસમાં તેને ખબર પડી ગઇ કે ત્યાં ડ્રગ્ઝનું કલ્ચર હતું.

શ્રુતિ મોદી સુશાંતને ત્યાં કામ કરવા નહોતી માગતી

આ અંગે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને વકીલે વાત કરી હતી અને તે રિપોર્ટ અનુસાર શ્રુતિ મોદી દસ દિવસના કામના અનુભવ પછી જ નોકરી છોડવા તત્પર હતી પણ સુશાંતે તેને રોકી હતી અને કહ્યું હતું કે આ બધામાં તેનું નામ નહીં આવે અને આ વાત થયા બાદ શ્રુતિએ નોકરી કરવાનું ચાલુ રાખ્યું. વકિલનું કહેવું છે કે તેને બહુ જ નવાઇ લાગે છે કે શા માટે સુશાંતનો પરિવાર તેની ક્લાયન્ટનું નામ આ બાબતોમાં ઢસડી રહ્યું છે. બની શકે કે શ્રુતિએ સુશાંતની બહેનની વાત ન માની અને પછી આ કોઇ બદલો લેવાની દાનતથી પણ આમ થતું હોય તેમ વકીલનું કહેવું છે.

આ પહેલાંના રિપોર્ટ્સમાં પણ આવ્યું છે કે સુશાંતને ત્યાં હાઉસ હેલ્પ તરીકે કામ કરનાર માણસ તેને મારુઆનોના રોલ્સ બનાવી આપતો અને રિયા અને શૌવિક પણ ડ્રગ કલ્ચરનો હિસ્સો હતા જે અમુક લીક થયેલા ચેટ્સને આધારે કહેવાઇ રહ્યું છે.

શ્રુતિ મોદીના કહ્યા બાદ સુશાંતને હૉસ્પિટલ ભેગો કરાયો હતો

સુશાંત સિંહ રાજપુતને નવેમ્બલ 2019માં હૉસ્પિટલ ભેગો કરાયો હતો જ્યારે તેની મેનેજર શ્રુતિ મોદીએ કહ્યું હતું કે તેને સારવારની તાતી જરૂર છે. જાન્યુઆરીમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ડૉક્ટરને ફરી વિનંતી કરી હતી કે  સુશાંતને હૉસ્પિટલમાં દાખલ કરાય પણ હૉસ્પિટલમાં જવાને બદલે એક્ટરે પોતાની બહેનને મળવા ચંદીગઢ જવાનું નક્કી કર્યું.

સુશાંતની સારવાર કરનારા બે સાઇક્યાટ્રિસ્ટે કહ્યું હતું કે નવેમ્બર 2019માં તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.જે ડૉક્ટર્સે તેને હૉસ્પિટલમાં દાખલ કરવાની સવલત કરી હતી તેમણે છેલ્લે 25મી નવેમ્બરે શ્રુતિ મોદી સાથે વાત કરી હતી. શ્રુતિએ સુશાંતના ફોન પરથી જ ડૉક્ટર સાથે વાત કરી હતી અને એક્ટરને મળવા કહ્યું હતું અને પછી એ જ રાત્રે તેણે ફરી ફોન કરી ડૉક્ટર સાથેની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી હતી.ડૉક્ટરે જણાવ્યા અનુસાર શ્રુતિ મોદીએ 27 નવેમ્બર 2019ના રોજ ડૉક્ટરને વૉટ્સએપ પર મેસેજ કરીને તે જ દિવસે બપોરે 3.00 વાગ્યાની એપોઇન્ટમેન્ટ માગી. તે ડૉક્ટરને એકલી જ મળવા ગઇ અને તેણે કહ્યું કે સુશાંતને સારવારની તાતી જરૂર છે અને પૂછ્યું કે શું તે તેને ત્યાં દાખલ કરાવી શકે કે કેમ?  આ મનોવૈજ્ઞાનિકે હિંદુજા હૉસ્પિટલમાં વાત કરી હતી અને સ્પેશ્યલ પ્રાઇવેટ રૂમ આપવાનું નક્કી થયું હતું તથા વાત ગુપ્ત રાખવી એમ પણ નક્કી કરાયું. સુશાંતને એ જ દિવસે દાખલ કરાયો અને ડૉક્ટરે આપેલા સ્ટેમેન્ટ અનુસાર તેમણે સુશાંતને 28 નવેમ્બર 2019ના રોજ પહેલીવાર તપાસ્યો અને પહેલીવાર મળ્યા પણ. આ સમયે ડૉક્ટરને સુશાંતે કહ્યું કે તેને ભૂખ નથી લાગતી, તેને જીવવાની ઇચ્છા નથી અને તેને ઊંઘ પણ નથી આવતી તથા સતત એક પ્રકારનો ભય સતાવ્યા કરે છે. આ લક્ષણોને આધારે સ્પષ્ટ થયું કે તેને એન્ક્ઝાઇટી અને ડિપ્રેશન હતું અને તેણે ડૉક્ટરને જણાવ્યું કે તેને દસ દિવસથી આમ ફીલ થતું હતું. ડૉક્ટરના મતે સુશાંતને કદાચ દસ દિવસથી ડિપ્રેશન લાગતું હતું પણ તેના સિમ્પટમ્પસ જોઇને કહી શકાય કે તેને આ બિમારી લાંબા સમયથી હતી. ડૉક્ટરે તેના કેસ પેપર પર સિવિયર એન્ક્ઝાઇટી પ્લસ ડિપ્રેશન એન્ડ એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિઝ એમ લખ્યું હતું. ડૉક્ટરે સુશાંતને પૂછ્યું હતું કે શું તેને સુસાઇડલ વિચારો આવે છે? જેના જવાબમાં તેણે ના કહી હતી  અને ડૉક્ટરને મતે તેના મગજમાં ચાલતા નકારાત્મક વિચારો જ તેને માટે મુશ્કેલી ખડી કરી રહ્યા હતા. ડૉક્ટરે જણાવ્યા અનુસાર ત્યાર બાદની હિંદુજાની વિઝીટમાં સુશાંતે તેમને પૂછ્યું હતું કે શું તે સ્મોક કરી શકે છે અને ત્યારે ડૉક્ટરે તેને તેમ કરવાની ના પાડી હતી.

જાન્યુઆરીમાં દાખલ થવાને બદલે ગયો ચંદીગઢ

સુશાંત ત્રણ દિવસ હૉસ્પિટલમાં રહ્યો હતો અને પછી 30મી નવેમ્બરે તેણે હૉસ્પિટલ સ્ટાફને પોતાને રિલિવ કરવા માટે દબાણ કર્યું અને પોતે ઘરે જવા માગે છે એમ કહ્યું. જાન્યુઆરીમા રિયાએ ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો કારણકે સુશાંતને સિવિયર ડિપ્રેશન હતું અને તેને દાખલ થવાની જરૂર હતી પણ સુશાંત પોતે મુસાફરી કરવા માગતો હતો.સુશાંત સિંહ રાજપુતનો કેસ સતત પેચીદો બની રહ્યો છે કારણકે એક તરફ ડ્રગ્ઝની વાત આવે છે તો બીજી તરફ માનસિક સમસ્યાની વાત પણ આવી રહી છે. આ રિપોર્ટ એનડીટીવીમાં આવેલ ખબરને આધારે છે અને તેમણે ઇનવેસ્ટિગેશનનાં ડૉક્યુમેન્ટસને આધારે આ કહ્યું છે. બીજી તરફ સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંઘે જે પ્રેસકોન્સફરન્સ કરી તેમાં તેમણે કહ્યું કે સુશાંતની બહેને તેને જે દવા આપી એ એન્ક્ઝાઇટીની હતી, પિંક વિલાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહેલું કે સુશાંત હાર્ડ ડ્રગ્ઝ કરતો જ ન હતો.સુશાંતના કેસમાં ડ્રગના એંગલ પર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો કામ કરી રહ્યું છે તો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇનવેસ્ટિગેશન અને એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ દુર્ઘટના પર અલગ તપાસ કરી રહ્યું છે.

sushant singh rajput rhea chakraborty central bureau of investigation anti-narcotics cell mumbai crime news