શેખર કપૂરે મોકલ્યું સ્ટેટમેન્ટ: પોલીસ-સ્ટેશનમાં હાજર થવા જણાવાયું

10 July, 2020 01:35 PM IST  |  Mumbai | Faizan Khan

શેખર કપૂરે મોકલ્યું સ્ટેટમેન્ટ: પોલીસ-સ્ટેશનમાં હાજર થવા જણાવાયું

શેખર કપૂર ફાઇલ-ફોટો

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી બાંદરા પોલીસને જાણીતા દિગ્દર્શક શેખર કપૂરે ઈ-મેઇલ દ્વારા મોકલાવેલા તેમના સ્ટેટમેન્ટમાં કોઈનો પણ ચોક્કસ નામ સાથે ઉલ્લેખ કર્યો નહોતો. તેમણે સુશાંતસિંહના મૃત્યુના સમાચાર મળ્યા બાદ કરેલી ટ્વીટમાં કહ્યું હતું કે ‘હું જાણું છું કે તું કયા કારણસર આ રીતે ડિપ્રેશનમાં ધકેલાયો હોઈશ.’

શેખર કપૂરે મોકલાવેલા ડિટેઇલ સ્ટેટમેન્ટને હાલમાં પોલીસે ગણતરીમાં લીધું છે, પણ પોલીસને આ સંદર્ભે ઘણા બધા સવાલ હોવાથી તેમને એ માટે પોલીસ-સ્ટેશનમાં હાજર થવાનું કહેવાયું છે. શેખર કપૂરે કરેલી એ ટ્વીટને લીધે અનેકનાં ભવાં વંકાયાં છે. એ પછી એ ટ્વીટના આધારે રાજ્ય સરકારે આ કેસમાં શું કોઈ પ્રોફેશનલ રાઇવલરી હતી કે કેમ એ શોધવાના પોલીસને આદેશ આપ્યા હતા એથી એ દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે. બાંદરા પોલીસે આ કેસમાં અત્યાર સુધી અનેક ફિલ્મી હસ્તીઓનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે જેમાં મશહૂર ડિરેક્ટર સંજય લીલા ભણસાલીનો પણ સમાવેશ છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર શેખર કપૂરે તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્માણ પામનારી અને તેમના દિગ્દર્શનમાં તૈયાર થનારી ફિલ્મ ‘પાની’માં સુશાંતસિંહનું કાસ્ટિંગ થયું હતું. સુશાંતસિંહે એ ફિલ્મ માટે બહુ મહેનત પણ લીધી હતી, પણ એ પછી તેમની અને યશરાજ વચ્ચે ક્રીએટિવ ડિફરન્સિસ સર્જાતાં એ પ્રોજે ક્ટઅભેરાઈ પર ચડાવી દેવાયો હતો. સુશાંતે એ ફિલ્મ માટે બહુ મહેનત લીધી હતી, પણ પ્રોજેક્ટ અટકી પડતાં તે ભાંગી પડ્યો હતો અને કદાચ એથી જ તેણે આ પગલુ લીધું હોઈ શકે, પણ તેણે ક્યારેય એ વિશે ચર્ચા કરી નહોતી.’

faisal khan mumbai mumbai news shekhar kapur sushant singh rajput