SSR Case: રિયા ચક્રવર્તીનાં પેરન્ટ્સની CBIએ આઠ કલાક પૂછપરછ કરી

02 September, 2020 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SSR Case: રિયા ચક્રવર્તીનાં પેરન્ટ્સની CBIએ આઠ કલાક પૂછપરછ કરી

સીબીઆઈએ રિયાના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તીને ફરીથી બોલાવ્યા છે. તેમણે બુધવારે ફરી એકવાર ડીઆરડીઓ કચેરી જઈને પોતાનું નિવેદન આપવું પડશે.

સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં સીબીઆઈની પૂછપરછ સતત 12માં દિવસે પણ ચાલુ રહી હતી. મંગળવારે CBIએ રિયા ચક્રવર્તીના માતાપિતાની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી. ઈન્દ્રજિત ચક્રવર્તી અને સંધ્યા ચક્રવર્તીની પૂછપરછ દરમિયાન, સીબીઆઈએ રિયાના નિવેદનોને સાથે તેના પેરન્ટ્સનાં નિવેદન મેચ થાય છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો.જો કે મંગળવારે રિયાને પૂછ પરછ માટે નોહતી બોલાવવામાં આવી.

રિયાની માતા સંધ્યા ચક્રવર્તી અને પિતા ઇન્દ્રજિત મંગળવારે સવારે 11 વાગ્યે સાંતાક્રુઝના કાલીના સ્થિત ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચ્યા હતા. સીબીઆઈએ તેમને રિયાના સુશાંત સાથેના સંબંધ, રિયાના સુશાંતનું ઘર છોડવાના કારણ અને આર્થિક વ્યવહાર સાથે સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન રિયાનો ભાઈ શોવિક પણ ત્યાં હતો. 8 મી જૂનની ઘટના અંગે રિયાના માતા-પિતાની પૂછપરછ કરાઇ હતી. આ તે જ દિવસ હતો જ્યારે રિયા સુશાંતનું ઘર છોડીને ગઈ. આ સાથે રિયા અને મહેશ ભટ્ટ વચ્ચે થયેલી ચેટ અંગે ઈન્દ્રજીત ચક્રવર્તી અને સંધ્યાને પણ પૂછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈએ યુરોપ ટૂર અને ડ્રગ્સ કનેક્શનને લઈને પણ અનેક પ્રશ્નો પૂછ્યા.

સુશાંતના પિતા કે.કે.સિંઘે પટનામાં એફઆઈઆર દાખલ કરી છે જેમાં રિયાના માતા-પિતા પણ શામેલ છે. રિયાના પિતા પર આરોપ છે કે ઇન્દ્રજિત ચક્રવર્તી તેની પુત્રી રિયા અને સુશાંતના સંબંધોમાં દખલ કરતા હતા. આ સિવાય તે સુશાંતને દવાઓની ભલામણ પણ કરતા હતા. રિયા અને મહેશ ભટ્ટની ચેટથી પણ લાગ્યું કે ઈન્દ્રજિત રિયા અને સુશાંતના સંબંધથી ખુશ નહોતા. મંગળવારે 8 કલાક લાંબી પૂછપરછ બાદ સીબીઆઈએ રિયાના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તીને ફરીથી બોલાવ્યા છે. તેમણે બુધવારે ફરી એકવાર ડીઆરડીઓ કચેરી જઈને પોતાનું નિવેદન આપવું પડશે.

sushant singh rajput rhea chakraborty central bureau of investigation mumbai crime news