'ગળું દાબીને મારવાના' દાવા પર સામ-સામા થયા રિયા-સુશાંત પરિવારના વકીલો

26 September, 2020 07:15 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

'ગળું દાબીને મારવાના' દાવા પર સામ-સામા થયા રિયા-સુશાંત પરિવારના વકીલો

સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)

અભિનેત્રી રિયા (Rhea Chakraborty) ચક્રવર્તીના વકીલે સુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂતના પરિવાર પર તેમના નિધનની સીબીઆઇ (CBI) તપાસમાં હસ્તક્ષેપ કરવાના પ્રયત્નનો આરોપ મૂક્યો છે. રિયાના વકીલે આ આરોપ સુશાંતના પરિવારના વકીલ દ્વારા પત્રકારોને આપેલા નિવેદનના એક દિવસ પછી મૂક્યો છે કે એમ્સના એક ડૉક્ટરે તેમને કહ્યું કે 34 વર્ષી અભિનેતાનું ગળુ દાબીને હત્યા કરી દેવામાં આવી. સુશાંતના પરિવારના વકીલે કહ્યું હતું કે ડૉક્ટર એમ્સ ટીમનો ભાગ હતા જેણે કેસમાં ફોરેંસિક પરીક્ષણ કર્યું હતું.

સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલે વિકાસ સિંહ શુક્રવારે ટ્વીટ કર્યું, "એસએસઆરના આત્મહત્યાને મર્ડરમાં બદલવા માટે સીબીઆઇ દ્વારા નિર્ણય લેવામાં મોડું કરવાને લીધે નિરાશ છું. એમ્સ ટીમનો ભાગ રહેલા ડૉક્ટરે મને ઘણાં સમય પહેલા જણાવ્યું હતું કે મારા દ્વારા મોકલવામાં આવેલી તસવીરોમાં 200 ટકાનું સંકેત છે કે આ શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયું છે અને આત્મહત્યા નથી."

જો કે, એમ્સ ફૉરેન્સિક ટીમના પ્રમુખ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું છે કે, "સીબીઆઇને અત્યાર સુધી નિષ્કર્ષ નથી મળ્યું... અંતિમ બેઠક નિર્ધારિત થવાની છે. ફક્ત તસવીરો જોઇને કોઇ નિર્ણાયક રાય બનાવી શકાય નહીં. અમારી રાય સ્પષ્ટ અને સાક્ષ્યને આધારે નિર્ણાયક હશે."

સિંહની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ આજે સીબીઆઇને કેસમાં એક નવી મેડિકલ બૉર્ડ ગઠિત કરવાનો આગ્રહ કર્યો છે જેથી તપાસ નિષ્પક્ષ અને અનુમાન મુક્ત થઈ શકે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, "તસવીરોને આધારે સુશાંત સિંહ રાજપૂત મામલે ડૉ. ગુપ્તાની આગેવાનીવાળી ટીમમાં AIIMSના એક ડૉક્ટર દ્વારા 200 ટકા નિષ્કર્ષનો ખુલાસો એક ખતરનાક પ્રવૃત્તિ છે. તપાસને નિષ્પક્ષ રાખવા માટે સીબીઆઇએ એક નવી મેડિકલ બૉર્ડનું આયોજન કરવું જોઇએ."

mumbai mumbai news bollywood rhea chakraborty sushant singh rajput