ગ્રાન્ટ રોડ, ચર્ની રોડનાં જોખમી મકાનોનું સુધરાઈ દ્વારા સર્વેક્ષણ

16 April, 2024 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે લાઇનની આસપાસ કચરો હટાવવા અને વરસાદી પાણી જ્યાંથી વહી જાય છે એવી ગટરોની સાફસફાઈ માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

બીએમસી (ફાઈલ તસવીર)

મુંબઈ શહેરમાં ચોમાસા પહેલાં જોખમી બિલ્ડિંગોનું સર્વેક્ષણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને તાજેતરમાં સુધરાઈએ દક્ષિણ મુંબઈમાં ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડનાં જોખમી મકાનોનું સર્વેક્ષણ કર્યું હતું. જે મકાનોમાં સમારકામ કરવું પડે છે એમને રિપેર કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી હતી. આ સિવાય મુંબઈ સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પરિસરની પણ મુલાકાત લઈને પ્રી-મૉન્સૂન કામ થયાં છે કે નહીં એની તપાસ કરવામાં આવી હતી. રેલવે લાઇનની આસપાસ કચરો હટાવવા અને વરસાદી પાણી જ્યાંથી વહી જાય છે એવી ગટરોની સાફસફાઈ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. રેલવે ટ્રૅકની આસપાસ જો કચરો હોય તો વરસાદનું પાણી વહી જતું અટકે છે અને એ પાણી રેલવે ટ્રૅક પર ભરાઈ જતું હોય છે. 

mumbai news brihanmumbai municipal corporation