મુંબઈ : બાંદરા-વરલી સી લિન્કના પિલર્સની વચ્ચે નેટ લગાવવામાં આવશે

08 April, 2019 12:24 PM IST  |  મુંબઈ | સૂરજ ઓઝા

મુંબઈ : બાંદરા-વરલી સી લિન્કના પિલર્સની વચ્ચે નેટ લગાવવામાં આવશે

બાંદરા-વરલી સી લિન્ક

બાંદરા-વરલી સી લિન્ક (BWSL) બ્રિજ બંધાયાનાં ૧૯ વર્ષ પછી અને ભૂતપૂર્વ પોલીસ ચીફે આતંકવાદી હુમલાની શંકા સંદર્ભે કરેલી તાકીદનાં ૧૧ વર્ષ પછી હવે મુંબઈ પોલીસ BWSL બ્રિજના પિલર્સની વચ્ચે નેટ મૂકવા વિશે વિચારી રહી છે. પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યા મુજબ આ બ્રિજને અનેક જોખમ હોવાનું મનાય છે. આ એક સંવેદનશીલ સ્થળ અને આતંકવાદી હુમલાનો ટાર્ગેટ હોઈ શકે છે. 20૦૮ના આતંકવાદી હુમલા પછી એ સમયના મુંબઈ પોલીસ-કમિશનર ડી. શિવનંદને MSRDCને આતંકવાદીઓના હિટ-લિસ્ટ પર BWSL બ્રિજ હોવાથી એના પર હાઈ-એન્ડ સિક્યૉરિટી ઇક્વિપમેન્ટ બેસાડવાનું જણાવતો પત્ર લખ્યો હતો.

વરલી નખવા ફિશરમેન સોસાયટીના ચૅરમૅન હરિશ્ચંદ્ર નખવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે માછીમારો અમુક જ પિલર વચ્ચેના ગૅપનો ઉપયોગ કરે છે. બાકીના પિલરની નીચે મોટા પથ્થરો હોવાથી એનો ઉપયોગ નથી કરતા. આમ આ પિલરો વચ્ચે MSRDC નેટ બેસાડી શકે છે.

આ પણ વાંચો : મુંબઈ: અસ્વચ્છ ટૉઇલેટના કારણે વિદ્યાર્થિનીઓના ડ્રૉપઆઉટ રેશિયોમાં વધારો થયો

MSRDCના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે એકાદ-બે દિવસમાં આ પિલરો વચ્ચે નેટ બેસાડવાનું કામ શરૂ કરાશે.

bandra worli sea link mumbai news suraj ojha