સુપ્રીમ ર્કોટના આદેશથી બિલ્ડરોને લૅન્ડ ઍક્ટમાં રાહત

15 November, 2014 06:16 AM IST  | 

સુપ્રીમ ર્કોટના આદેશથી બિલ્ડરોને લૅન્ડ ઍક્ટમાં રાહત



અર્બન લૅન્ડ (સીલિંગ ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ વર્ષ ૨૦૦૭માં રદ કરવામાં આવ્યા છતાં ડેવલપરો તેમની જવાબદારીમાંથી છટકી ન શકે એવા મુંબઈ હાઈ ર્કોટના તાજેતરના ચુકાદાને પડકારતી મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (MCHI)ની અરજીની સુનાવણીમાં સુપ્રીમ ર્કોટે ઉપરોક્ત નર્ણિય લીધો હતો. હાઈ ર્કોટના એ આદેશથી રાજ્ય સરકારને રાહત થઈ હતી. એમાં રાજ્ય સરકારને એ રદ કરવામાં આવેલા કાયદા હેઠળ પ્રાઇવેટ જમીનમાલિકો પાસેથી વધારાની જમીનો પબ્લિક હાઉસિંગ માટે મેળવવાની મોકળાશ મળી હતી.વર્ષ ૧૯૭૬નો આ કાયદો અસ્તિત્વમાં હતો. એ વખતે એની ફરજિયાત શરતોનો ભંગ કરનારા પ્રાઇવેટ ડેવલપરોની સ્કીમ્સ રદ કરવા પણ જણાવવામાં આવ્યું હતું.

જમીનમર્યાદા કાયદાની કલમ-૨૦ હેઠળ ડેવલપરો તેમની જમીન પર બાંધકામમાંથી પાંચ ટકા ફ્લૅટો સરકારને પબ્લિક હાઉસિંગ માટે આપે તો તેમની જમીનોને એક્ઝૅમ્પ્શન આપવામાં આવતું હતું. એ કાયદા હેઠળ એક વ્યક્તિ ૫૦૦ મીટરથી વધારે જમીન નહોતી રાખી શકતી. એથી વધારે જમીન હોય તો એ સરકારને પબ્લિક હાઉસિંગ માટે સોંપવાની રહેતી હતી.એથી એ કાયદો હવે અસ્તિત્વમાં ન હોવાને કારણે સરકાર હવે એ કાયદા હેઠળ જગ્યા હસ્તગત કરી ન શકે એવો દાવો રિયલ એસ્ટેટ ડેવલપરોએ કર્યો હતો.