Mumbai: નારાયણ રાણેને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ગેરકાયદે બાંધકામને તો તોડવામાં આવશે જ

26 September, 2022 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે(Narayan Rane)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.

નારાયણ રાણે

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે(Narayan Rane)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે, જેણે બંગલામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો માર્ગ સાફ કર્યો હતો. હાઈકોર્ટે તેમના જુહુના બંગલા પર બે અઠવાડિયામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે BMCને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપતાં કહ્યું હતું કે બંગલાના અમુક ભાગનું બાંધકામ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ફ્લોર સ્પેસ ઈન્ડેક્સનું ઉલ્લંઘન કરે છે.

હાઈકોર્ટે કહ્યું હતું કે BMC રાણે પરિવારની કંપનીની અરજીને સ્વીકારી શકે નહીં, જેણે અનધિકૃત બાંધકામને મંજૂરી આપવાની માંગ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જો આને મંજૂરી મળી જશે તો મોટા પાયે ગેરકાયદે બાંધકામો શરૂ થઈ જશે.

આ પણ વાંચો:Rajasthan Politics: ગેહલોત જુથ પર કોંગ્રેસનો ફુટ્યો ગુસ્સો, એક કોંગી નેતાએ કહ્યું આવું

આ પણ વાંંચો: નવરાત્રી પ્રેરણા: શારીરિક વિકલાંગતા મનોબળ અને જુસ્સાને વિકલાંગ નથી કરી શકતી

મુંબઈ હાઈકોર્ટે રાણે પર 10 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો અને તેને એક અઠવાડિયામાં જમા કરવાનો આદેશ આપ્યો હતો. આ વર્ષે જૂનમાં, BMCએ નારાયણ રાણે વતી પહેલી અરજી BMCને ગેરકાયદે બાંધકામની પરવાનગી આપવા માટે કરી હતી, જેને તેણે ફગાવી દીધી હતી. આ પછી તેમની કંપનીએ જુલાઈમાં બીજી અરજી કરી, પરંતુ તે પણ નકારી કાઢવામાં આવી. આના પર નારાયણ રાણેની કંપનીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ગોઝારો અકસ્માત, ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં 10 લોકોના મોત

mumbai news maharashtra narayan rane