સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનાં માતા સાથે અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી

11 December, 2020 11:09 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનાં માતા સાથે અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

ભારતના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા શરદ અરવિંદ બોબડેની માતા સાથે કૌટુંબિક સંપત્તિનું ધ્યાન રાખી રહેલી એક વ્યક્તિએ અઢી કરોડની છેતરપિંડી આચરી હતી. એક પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે ૪૯ વર્ષના આરોપી તાપસ ઘોષને મંગળવારે રાત્રે ઝડપી લેવાયો હતો અને નાગપુર પોલીસની એક વિશેષ તપાસ ટીમ (એસઆઇટી) ડીસીપી વિનિતા સાહુની આગેવાની હેઠળ આ મામલાની તપાસ કરી રહી છે.

આ ઘટનાની વિગત એવી છે કે આકાશવાણી ચોક પાસે બોબડે પરિવારના નિવાસસ્થાનની નજીક તેમની અન્ય એક સંપત્તિ છે, જેનું નામ ‘સિડન લોન’ છે, જેને જુદા-જુદા આયોજનો માટે ભાડે આપવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું કે સીજેઆઇ બોબડેનાં માતા મુક્તા બોબડે આ સંપત્તિનાં માલિક છે અને ઘોષને આ સંપત્તિની સંભાળ માટે રાખવામાં આવ્યો હતો.

ઘોષ છેલ્લાં દસ વર્ષથી સંપત્તિ તથા નાણાકીય લેવડ-દેવડ સંભાળી રહ્યો હતો. મુક્તા બોબડેની વય અને કથળતા સ્વાસ્થ્યનો ફાયદો ઉઠાવીને ઘોષે લોનની કથિત નકલી રસીદો બનાવી અને અઢી કરોડની છેતરપિંડી આચરી. અધિકારીએ જણાવ્યા મુજબ રકમ તેનાથી વધુ પણ હોઈ શકે છે.

છેતરપિંડી સામે આવતાં પોલીસે એક એસઆઇટી રચી, જેના આર્થિક અપરાધ શાખાના અધિકારીએ જણાવ્યું કે મંગળવારે રાત્રે સીતાબુલડી પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર નોંધાવાઈ હતી અને ઘોષની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

maharashtra nagpur supreme court