શેરડીના ભાવને લઈને ખેડૂતોમાં અસંતોષની લાગણી

24 December, 2014 05:22 AM IST  | 

શેરડીના ભાવને લઈને ખેડૂતોમાં અસંતોષની લાગણી


સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં સાકરનાં કારખાનાંઓએ પહેલી ખેપના ભાવોમાં મોટો ફરક કર્યો હોવાથી એ અન્યાય દૂર કરવા જ્યારે શેરડી ઉગાડતા ખેડૂતો કૉન્ગ્રેસી નેતા પતંગરાવ કદમ પાસે  ફરિયાદ લઈને ગયા ત્યારે કદમે તેમને કહ્યું હતું કે તમે BJPની સરકાર લાવ્યા છો તો હવે એનું પરિણામ ભોગવો.

સાંગલી જિલ્લામાં ઉત્પન્ન થતી શેરડીની ગુણવત્તા કોલ્હાપુરની સરખામણીએ સારી છે છતાં કોલ્હાપુરનાં કારખાનાંઓમાં સાંગલી કરતાં ૬૦૦થી ૭૦૦ રૂપિયા વધારે ભાવ આપવામાં આવે છે એથી સાંગલી જિલ્લાના શેરડીના ખેડૂતોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. દરમ્યાન શેરડીનો પાક ઊતરવાના ૧૪ દિવસમાં જ પહેલી ખેપ સાકર કારખાનાંઓએ ઉપાડવી એવો કાયદો છે. એ કાયદા અનુસાર શેરડીની પહેલી ખેપ ન ઉપાડનાર સાકર કારખાનાની સંપત્તિ જપ્ત કરવાનો પ્રસ્તાવ સાકર વિભાગના જૉઇન્ટ સેક્રેટરીએ કમિશનરને મોકલ્યો છે એવું જાણવા મળે છે.