ઉપનગરવાસીઓ, નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સ ચૂકવવા માટે તૈયાર થઈ જાઓ

13 February, 2021 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid Day Correspondent

ઉપનગરવાસીઓ, નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સ ચૂકવવા માટે તૈયાર થઈ જાઓ

ચેમ્બુરના શિવસૃષ્ટિ લેઆઉટના રહેવાસીઓને વર્ષ ૨૦૦૬ની રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી નૉન- ઍગ્રિકલ્ચર ટૅક્સનું ૧.૨ લાખ રૂપિયાનું બિલ મળ્યું. આગામી દિ વસોમાં મુંબઈનાં ઉપનગરોના અન્ય રહેવાસીઓને પણ નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સનાં એવાં બિલો મોકલવાની શક્યતા છે. હાલ નાણાંની તંગી સહન કરતી રાજ્ય સરકારે પંદર વર્ષોથી નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સ વસૂલ કર્યો નથી. પરંતુ હવે મુંબઈના ઉપનગરોની સરકારી અને ખાનગી માલિકીની જગ્યાઓ પર એ ટૅક્સ વસૂલ કરવાની શરૂઆત કરી છે.

પ્રૉપર્ટી ટૅક્સ ઉપરાંત લાગુ કરાતો એ ટૅક્સ બ્રિટિશ કાળથી ખેતીની જમીનનો અન્ય હેતુઓ માટે ઉપયોગ પર લાગુ કરવામાં આવે છે. તળ મુંબઈમાં લીઝ પરની જમીનોના વિશાળ પટ્ટા હોવાથી એ ટૅક્સ ત્યાંની જમીનોને લાગુ કરવામાં આવતો નથી. ઉપનગરોમાં એ ટૅક્સ વ્યાપક પ્રમાણમાં લાગુ કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૬માં ઉપનગરોના રહેવાસીઓ તરફથી નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સ સામે જોરદાર વિરોધ કરવામાં આવતાં એ વેરો લાગુ કરવાનું પગલું રોકવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૭માં પણ સરકારે નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સ વસૂલ કરવાનો પ્રયાસ કર્યો નહોતો. એ વખતે નાગરિકોના વિરોધને કારણે સરકારે પીછહઠ કરી હતી.

બીજેપીનું શું કહેવું છે?

સરકારના આ નિર્ણય બાબતે બીજેપીના નેતા આશિષ શેલારે કહ્યું હતું કે ‘જે રીતે સિટીમાં એનએ ટૅક્સ લેવામાં નથી આવતો એ જ રીતે સબર્બમાંથી પણ કાઢી નાખવો જોઈએ. આના માટે મેં પ્રાઇવેટ મેમ્બર્સ બિલ પણ રજૂ કર્યું છે.’

mumbai mumbai news ashish shelar