૧૧મા ધોરણમાં ઍડ્મિશન માટે વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા

17 September, 2020 11:48 AM IST  |  Mumbai | Pallavi Smart

૧૧મા ધોરણમાં ઍડ્મિશન માટે વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા

પ્રતીકાત્મક તસવીર

૧૧મા ધોરણ-ફર્સ્ટ યર જુનિયર કૉલેજ (FYJC)માં પ્રવેશ માટે અરજીઓ કરનારા વિદ્યાર્થીઓ મરાઠા આરક્ષણની અસ્પષ્ટતાને કારણે ગૂંચવણમાં પડ્યા છે. ૧૦ સપ્ટેમ્બરે FYJCમાં ઍડ્મિશનનું બીજું મેરિટ લિસ્ટ બહાર પાડવાનું હતું, પરંતુ એના આગલા દિવસે જ સર્વોચ્ચ અદાલતે મરાઠા આરક્ષણ પર સ્ટે ઑર્ડર આપ્યો હતો. તેથી રાજ્ય સરકારે બીજા મેરિટ લિસ્ટની જોડે FYJCમાં ઍડ્મિશનની સમગ્ર પ્રક્રિયા રોકવામાં આવી હતી. બીજું મેરિટ લિસ્ટ રોક્યાને એક અઠવાડિયું પસાર થઈ ગયું હોવા છતાં હજી સુધી સત્તાવાર રીતે સરકારે કોઈ જાહેરાત કરી નથી. ઍડ્મિશન્સનું પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા પછી સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવ્યો હોવાથી એ મેરિટ લિસ્ટમાં સામેલ થયેલા ઉમેદવારો પણ તેમનાં ઍડ્મિશન વૅલિડ છે કે નહીં એ જાણતા નથી.

pallavi smart mumbai mumbai news