સ્ટ્રાઇક પર પ્રતિબંધ મૂકતા કાયદા વિરુદ્ધ યુનિયનોએ નોંધાવ્યો પોતાનો ઉગ્ર વિરોધ

05 August, 2012 04:27 AM IST  | 

સ્ટ્રાઇક પર પ્રતિબંધ મૂકતા કાયદા વિરુદ્ધ યુનિયનોએ નોંધાવ્યો પોતાનો ઉગ્ર વિરોધ

રાજ્યમાં સરકારી, અર્ધસરકારી અને પ્રાઇવેટ સર્વિસના કર્મચારીઓ, ડૉક્ટરો, નસોર્, સુધરાઈના કામદારો અને કર્મચારીઓ તેમ જ એસટી, બેસ્ટ, સ્કૂલ-બસ, ટૅક્સી, રિક્ષા અને ટ્રાન્સર્પોટની હડતાળ પર પ્રતિબંધ મૂકતા એસેન્શિયલ સર્વિસ મેઇન્ટેનન્સ ઍક્ટને રાષ્ટ્રપતિએ માન્યતા આપી હોવાથી શુક્રવારથી આ કાયદો અમલી બની ગયો છે. આથી હવે હડતાળ પાડવી એ બિનજામીનપાત્ર ગુનો માનવામાં આવશે. હડતાળ પાડનારાઓ સામે કાર્યવાહી કરવા માટેની સત્તા હવે પોલીસના હાથમાં આપવામાં આવી છે. હડતાળ પાડનારા કર્મચારીઓ અને આવી હડતાળ પાડવાનું આહ્વાન કરનારા નેતાઓને પણ આ કાયદા હેઠળ જેલમાં પૂરી શકાશે. કન્ઝ્યુમર ઍક્ટિવિસ્ટો આ નવા કાયદાનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે અલગ-અલગ યુનિયનોએ આની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ચર્ચા છે કે કેટલાંક યુનિયનો આની વિરુદ્ધ ર્કોટમાં જશે અને જાહેર હિતની અરજી કરીને વર્કર માટે ન્યાય અને પોતાનો મત મુક્તપણે વ્યક્ત કરવાની પરવાનગી માગશે.

નિષ્ણાતોનું માનવું છે કે એસેન્શિયલ સર્વિસ મેઇન્ટેનન્સ ઍક્ટને કારણે પોતાના અંગત સ્વાર્થ માટે છાશવારે હડતાળ પાડતા રાજકીય પક્ષોની પ્રવૃત્તિ પર પણ લગામ લાદી શકાશે. આ કાયદાને કારણે પોલીસને ધરપકડ કરવાની સીધી સત્તા મળશે જેને કારણે એ અલગ-અલગ રાજકીય પક્ષોના દબાણની અવગણના કરીને મુક્ત રીતે પોતાની કાર્યવાહી કરી શકશે.

એસટી = સ્ટેટ ટ્રાન્સપોર્ટ,

બેસ્ટ= બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ