મીરા-ભાઇંદરમાં ટ્રા‌ફિક-પોલીસની સ‌ર્જિકલ સ્ટ્રાઇક એક જ ‌દિવસમાં ૩૫૦ કેસ

23 August, 2019 02:27 PM IST  |  મુંબઈ

મીરા-ભાઇંદરમાં ટ્રા‌ફિક-પોલીસની સ‌ર્જિકલ સ્ટ્રાઇક એક જ ‌દિવસમાં ૩૫૦ કેસ

મીરા-ભાઇંદરમાં ટ્રા‌ફિક-પોલીસની સ‌ર્જિકલ સ્ટ્રાઇક

 મીરા-ભાઈંદરમાં ટ્રા‌ફિકના ‌નિયમ તોડનારાઓ સામે ટ્રા‌ફિક-પોલીસે જાણે સ‌ર્જિકલ સ્ટ્રાઇક કરી હોય એવું જોવા મળ્યું છે. ફક્ત એક જ ‌દિવસમાં ૩૫૦ કેસ બન્યા છે. કાર્યવાહી બાદ વાહનચાલકો પણ જાગ્રત બની ગયા હતા.
ભાઈંદર-ઈસ્ટ અને વેસ્ટના ‌વિસ્તારને જોડતા ફ્લાયઓવર પર અને અનેક ‌વિસ્તારોમાં વાહનો ઊભાં રાખીને પ્રેમી યુગલોએ પોતાનો અડ્ડો બનાવ્યો હતો, જેને કારણે અકસ્માતના બનાવો વધ્યા હતા. એને લીધે ટ્રા‌ફિક-પોલીસે જોરદાર કાર્યવાહી કરીને એકસાથે ૩૫૦ વાહનચાલકો પર કાર્યવાહી કરી છે. હેલ્મેટ ન પહેરવી, ‌સિક્યૉ‌રિટી બેલ્ટ ન પહેરવો, વીમો ન ધરાવતાં વાહનો, પીયુસી ન કરનાર વાહનો, નો પા‌ર્કિંગમાં ઊભેલાં વાહનો વગેરે પર દંડાત્મક અને અમુક અન્ય કેસ મળી કુલ ૩૫૦ કેસ બન્યા છે. આ સંપૂર્ણ કાર્યવાહી કરવા માટે ૨૫ પોલીસ-કર્મચારીઓની પાંચ ટીમ તહેનાત કરવામાં આવી હતી.

mira road bhayander