હજી તો માર્ચની શરૂઆત અને મુંબઈમાં પારો 38 ડિગ્રીને પાર

05 March, 2021 09:42 AM IST  |  Mumbai | Mid-day Correspondent

હજી તો માર્ચની શરૂઆત અને મુંબઈમાં પારો 38 ડિગ્રીને પાર

પ્રતીકાત્મક તસવીર

હજી તો માર્ચ મહિનાની શરૂઆત થઈ છે અને મુંબઈગરાને બળબળતા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. ગઈ કાલે સાંતાક્રુઝમાં પારો ૩૮ ડિગ્રીને પાર કરી ગયો હતો, જ્યારે કોલાબામાં મેક્સિમમ તાપમાન ૩૩.૮ ડિગ્રી નોંધાયું હતું. આ વિશે માહિતી આપતાં કોલાબા વેધશાળાનાં ડિરેક્ટર શુભાંગી ભુતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્યારેક આવી ઍન્ટિ સાઇક્લોનિક પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. ઉત્તર તરફથી વાતા પવનો અને દક્ષિણ પશ્ચિમમાંથી આવતા પવનો જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે આવું બનતું હોય છે અને એને કારણે પારો વધતો હોય છે. જોકે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આવતી કાલથી પારામાં થોડો ઘટાડો જોવા મળશે.’  

mumbai mumbai news