નેરળ-માથેરાન રૂટ પર ફરીથી સ્ટીમ એન્જિનવાળી છુકછુક ગાડી દોડશે

05 June, 2013 05:46 AM IST  | 

નેરળ-માથેરાન રૂટ પર ફરીથી સ્ટીમ એન્જિનવાળી છુકછુક ગાડી દોડશે

જુનવાણી એન્જિનવાળી ટ્રેનોના રસિયાઓ માટે સારા સમાચાર છે કે આ રૂટ પરની ટૉય-ટ્રેનના કાફલામાં આ એન્જિન નવાં રૂપરંગ સાથે ફરીથી જોડાઈ રહ્યું છે. નેરળ-માથેરાન રૂટ પર જ નૅરોગેજ ટ્રૅક પર ગાડી ખેંચતું આ એન્જિન ગ્-૭૯૪ કોલસાથી દોડતું હતું, જેના કારણે રસ્તામાં તિખારા ઊડે એટલે આ હિલસ્ટેશનના રસ્તે વન્ય સંપત્તિમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હતી. એથી ગયા મહિને એને કોલ-ફાયર્ડને બદલે ઑઇલ-ફાયર્ડમાં પરિવર્તિત કરવા માટે મોકલવામાં આવ્યું હતું. આથી હવે ઑઇલથી સ્ટીમ બનશે અને એમાંથી તિખારા ઊડશે નહીં એથી રેલવે-ટ્રૅકની આજુબાજુનાં વૃક્ષો કે સૂકા ઘાસમાં આગની ઘટનાઓ બનશે નહીં.