સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રૉયર ઇમ્ફાલ નેવીમાં સામેલ કરવામાં આવ્યું

27 December, 2023 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૌકાદળ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલી ચાર ‘વિશાખાપટ્ટનમ્’ શ્રેણીની ડિસ્ટ્રૉયરમાંથી ત્રીજીનો નૌકાદળમાં ઔપચારિક સમાવેશ કરવામાં આવ્યો હતો.

સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રૉયર ઇમ્ફાલ નેવીમાં સામેલ કરવામાં આવ્યું

મુંબઈ : મંગળવારે એક્સ્ટેન્ડેડ રેન્જ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલને ફાયર કરવાની ક્ષમતા ધરાવતા સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રૉયર ઇમ્ફાલને મુંબઈમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૌકાદળના વડા ઍડ્મિરલ આર. હરિકુમાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નૌકાદળ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલી ચાર ‘વિશાખાપટ્ટનમ્’ શ્રેણીની ડિસ્ટ્રૉયરમાંથી ત્રીજીનો નૌકાદળમાં ઔપચારિક સમાવેશ કરવામાં આવ્યો હતો.
વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લૅગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ ઍડ્મિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આઇએનએસ ઇમ્ફાલ પહેલું યુદ્ધજહાજ છે જેનું નામ ઉત્તર-પૂર્વના શહેર પરથી રાખવામાં આવ્યું છે. આઇએનએસ ઇમ્ફાલને બંદર અને સમુદ્ર બંનેમાં સખત અને સંપૂર્ણ ટ્રાયલ પ્રોગ્રામ પૂરો કર્યા પછી ૨૦ ઑક્ટોબરે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું.

eknath shinde indian navy mumbai news maharashtra news