વર્સોવા-બાંદરા સી લિન્કને નડતાં મૅન્ગ્રોવ્ઝ પરનો સ્ટે હટાવાયો

18 December, 2020 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્સોવા-બાંદરા સી લિન્કને નડતાં મૅન્ગ્રોવ્ઝ પરનો સ્ટે હટાવાયો

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની બેન્ચે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશના મહત્ત્વાકાંક્ષી  વર્સોવા-બાંદરા સી લિન્કના પ્રોજેક્ટમાં પિલર બનાવવાને આડે આવતાં મૅન્ગ્રોવ્ઝ કાપવા પર સપ્ટેમ્બરમાં મૂકેલો સ્ટે હવે ઉપાડી લીધો છે, જેને કારણે હવે પ્રોજેક્ટ ફરી પાછો ગતિમાન બની શકશે. 

મુંબઈના પશ્ચિમના કિનારે બાંદરા-વરલી સી લિન્કની જેમ જ વર્સોવા-બાંદરા સી લિન્ક બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેના ૯ પિલર બનાવવામાં મૅન્ગ્રોવ્ઝ અડચણરૂપ બની રહ્યાં હતાં. એમએસઆરડીસી દ્વારા એ કાપવાનું કામ હાથ ધરાયું હતું. જોકે ટ્રી ઍક્ટિવિસ્ટ જોરુ ભાથેનાએ આ બદલ પીઆઇએલ નાખી હતી અને કહ્યું હતું કે જરૂર કરતાં વધુ પ્રમાણમાં (૧૫૦ મીટર કરતાં વધુ ) મૅન્ગ્રોવ્ઝ કપાઈ રહ્યાં હોવાથી એના પર રોક મૂકવામાં આવે. હાઈ કોર્ટે એથી સપ્ટેમ્બરમાં ૧૫૦ મીટર અને ૫૦ મીટરની ત્રિજ્યામાં ન આવતાં મૅન્ગ્રોવ્ઝ કાપવા પર સ્ટે મૂકી દીધો હતો.  

જોકે હવે કેન્દ્ર સરકારના એન્વાયર્નમેન્ટઍન્ડ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે સીઆરઝેડના નિયમોમાં સુધારો કરીને એ માટે લિક્યરન્સ આપતાં હાઈ કોર્ટે મૅન્ગ્રોવ્ઝ કાપવા પરનો સ્ટે ઉઠાવી લીધો છે. એમએસઆરડીસી હવે ૧૫૦૦ સ્ક્વેર મીટરમાં આવતાં ૧૫૮૫ મૅન્ગ્રોવ્ઝ કાપી શકશે અને એથી એ કામને ઝડપ મળશે. એમએસઆરડીસી તરફથી રજૂઆત કરતાં ઍડ્વોકેટ મિલિંદ સાઠે અને સાકેત માનેએ કહ્યું હતું કે હાલમાં આ ડિલેને કારણે એમએસઆરડીસીને રોજનું ૬૮ લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. જોકે કોર્ટે અરજદાર જોરુ ભાથેનાને જો આ સંદર્ભે કોઈ વાંધો હોય તો નવેસરથી અરજી કરવાની છૂટ આપી છે.

mumbai mumbai news versova bandra sea link