સુશાંત કેસમાં ઈડી દ્વારા રિયા ચક્રવર્તીના ભાઈની 18 કલાક મૅરથૉન પૂછપરછ

10 August, 2020 09:57 AM IST  |  Mumbai | Agencies

સુશાંત કેસમાં ઈડી દ્વારા રિયા ચક્રવર્તીના ભાઈની 18 કલાક મૅરથૉન પૂછપરછ

રિયા ચક્રવર્તી અને ભાઈ શોવિક ચક્રવર્તી

સુશાંત સિંહ કેસમાં મની લૉન્ડરિંગ સંદર્ભે તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીની ૧૮ કલાક સુધી મૅરથૉન પૂછપરછ કરી હતી. શનિવારે બપોરથી તેની પૂછપરછ શરૂ કરાઈ હતી. રવિવારે સવારે તે 6.30 વાગ્યે ઈડીની બેલાર્ડ પિયરની ઑફિસમાંથી બહાર આવ્યો હતો. ઑફિસરના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગના કેસમાં શૌવિકનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. તેને તેના પર્સનલ બિઝનેસ, ઇન્કમ, ઇન્વેસ્ટમેન્ટ અને રિયા અને સુશાંત સિંહ રાજપૂત સાથે કરાયેલા આર્થિક વ્યવહારોની વિગતો પૂછવામાં આવી હતી. આ પહેલાં ગુરુવારે પણ સાત કલાક સુધી તેની પૂછપરછ કરાઈ હતી. એ વખતે રિયાની પણ આ કેસમાં પહેલી વાર પૂછપરછ કરાઈ હતી. હવે રિયાને અને તેના પિતા ઇન્દ્રજિતને સોમવારે ફરી તપાસ માટે બોલાવાયા છે. શુક્રવારે ઈડીએ ઇન્દ્રજિત, રિયાના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રિતેશ શાહ અને બિઝનેસ મૅનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી હતી. ઈડી હાલ રિયાની ઇન્કમ, ઇન્વેસ્ટમેન્ટ, બિઝનેસ, પ્રોફેશનલ ડીલ અને લિન્કની ઝીણવટભરી તપાસ કરી રહી છે. એ ઉપરાંત રિયાના નામનો ખારનો ફ્લૅટ અને નવી મુંબઈમાં પણ ખરીદાયેલી પ્રૉપર્ટીની પણ તપાસ ચાલી રહી છે. ઈડી હાલ રિયાની ઇન્કમ, ઇન્વેસ્ટમેન્ટ અને સામે ખર્ચા સંદર્ભે જણાતી વિસંગતિ પર ધ્યાન કેન્દ્રિત કરી એની તપાસ કરી રહી છે.

mumbai mumbai news sushant singh rajput rhea chakraborty crime branch Crime News mumbai crime news mumbai crime branch mumbai police