ગુજરાતી ભાષાના સાહિત્યસર્જનને પ્રોત્સાહન આપવા દર વર્ષે અપાશે પુરસ્કાર

18 January, 2021 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતી ભાષાના સાહિત્યસર્જનને પ્રોત્સાહન આપવા દર વર્ષે અપાશે પુરસ્કાર

ગુજરાતી ભાષાના સાહિત્યસર્જનને પ્રોત્સાહન આપવા હવે પછી દર વર્ષે  એક પુરસ્કાર આપવામાં આવશે. સાહિત્યકાર અને લેખક દિનકર જોશીએ ૨૦૦૫માં ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન ટ્રસ્ટ શરૂ કર્યું હતું. એના નેજા હેઠળ ૫૦ ગુજરાતી પુસ્તકોનો અન્ય ભાષાઓ - અંગ્રેજી, હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી અને ઓરિયા ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા હતા. જોકે હવે એ ટ્રસ્ટ પોતાની પ્રવૃિત્ત સંકેલી રહ્યું છે એથી તેમણે ટ્રસ્ટના ભંડોળમાંથી ૧૦.૫૧ લાખ  રૂપિયા સાંદીપનિ વિદ્યા નિકેતન અને સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ જે કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં ચાલે છે એને આપ્યા છે. ભાઈશ્રીના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દેવર્ષિ, રાજષિ, બ્રહ્મષિ અને મહષિ નામે ચાર પુરસ્કાર એનાયત કરાય છે એમાં હવે ઉપરોક્ત રકમમાંથી એક પુરસ્કાર ગુજરાતીમાં સાહિત્યસર્જન કરનારને આપવામાં આવશે. દિનકરભાઈએ એ રકમનો ચેક સાંદીપનિ વિદ્યા નિકેતન અને સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા કરુણાશંકરભાઈ ઓઝા અને રમેશભાઈ જનાણીને સુપરત કર્યો હતો.

mumbai mumbai news dinkar joshi