અખાત્રીજ નિમિત્તે બાંદરા-ભાવનગર વચ્ચે વિશેષ ટ્રેન

26 April, 2025 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેનમાં ઍર-કન્ડિશન (AC) ૩ ટિયર અને AC ચૅરકાર હશે. એનું બુકિંગ શનિવારે ૨૬ એપ્રિલે તમામ પૅસેન્જર રિઝર્વેશન કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પરથી થઈ શકશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અખાત્રીજ નિમિત્તે મુસાફરોના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ વિશેષ ટિકિટભાડા સાથે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ટ્રેન-નંબર 09013 બાંદરા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશ્યલ મંગળવારે ૨૯ એપ્રિલે રાતે ૭.૨૫ વાગ્યે બાંદરા ટર્મિનસથી ઊપડશે અને બીજા દિવસે સવારે ૯ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેન-નંબર 09014 બુધવારે ૩૦ એપ્રિલે સાંજે ૫.૪૫ વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઊપડશે અને બીજા દિવસે સવારે ૭.૨૫ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ જંક્શન, ધોળા જંક્શન, સોનગઢ અને શિહોર સ્ટેશન પર ટ્રેન ઊભી રહેશે. ટ્રેનમાં ઍર-કન્ડિશન (AC) ૩ ટિયર અને AC ચૅરકાર હશે. એનું બુકિંગ શનિવારે ૨૬ એપ્રિલે તમામ પૅસેન્જર રિઝર્વેશન કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પરથી થઈ શકશે.

bandra terminus bhavnagar mumbai railways western railway news mumbai indian railways mumbai news