બાંદરામાં ચોરે સ્પૅનિશ મહિલાને લૂંટી લીધા પછી તેના પર બળાત્કાર પણ કર્યો

06 November, 2012 05:33 AM IST  | 

બાંદરામાં ચોરે સ્પૅનિશ મહિલાને લૂંટી લીધા પછી તેના પર બળાત્કાર પણ કર્યો

એ વિશે વધુ માહિતી આપતાં બાંદરા પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘ભાડાના ફ્લૅટમાં રહેતી સ્પૅનિશ મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે સોમવારે વહેલી સવારે સાડાત્રણથી સાડાચાર વાગ્યા વચ્ચે બનેલી આ ઘટનામાં ચોર બારી વાટે પ્રવેશ્યો હતો. ત્યાર બાદ તેણે ચાકુની ધાકે તેની પાસેથી કેટલાક ડૉલર, ઇન્ડિયન કરન્સી અને તેનો કૅમેરા લૂંટી લીધાં હતાં અને તેના પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી એટલે તે તેનાથી બચવા મદદ માટે ફ્લૅટની બહાર દોડી ગઈ હતી અને પાડોશીનો ફ્લૅટની બેલ વગાડી હતી, પણ એ ફ્લૅટ બંધ હતો. એ વખતે ચોર તેને ફરી ચાકુની ધાકે તેના ફ્લૅટમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ તે મહિલા તેની ચુંગાલમાંથી નાસી ગઈ હતી અને બાથરૂમમાં જઈને અંદરથી દરવાજો લૉક કરી દીધો હતો. ત્યાર બાદ તેના રડવાનો અને ચીસોનો અવાજ સાંભળીને કોઈએ અમને જાણ કરી હતી. અમે ત્યાં પહોંચ્યા એ દરમ્યાન ચોર ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘરનો મેઇન દરવાજો લૉક હોવાથી અમે એ તોડીને અંદર પ્રવેશ્યા હતા. અમે આ ઘટનામાં લૂંટ અને બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત ચોર વિશે માહિતી મેળવવા અમારા ઇન્ફૉર્મર્સને કામે લગાડી દીધા છે.’