મુંબઈ : હૅન્કૉક અને ફ્રેરે બ્રિજ ચોમાસા પહેલાં કાર્યરત થઈ જશે

22 February, 2020 07:54 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : હૅન્કૉક અને ફ્રેરે બ્રિજ ચોમાસા પહેલાં કાર્યરત થઈ જશે

હૅન્કૉક બ્રિજ

હૅન્કૉક અને ફ્રેરે રોડ ઓવર બ્રિજ- આ બે મહત્ત્વના બ્રિજ આવતા ચોમાસા સુધીમાં કાર્યરત થશે જ્યારે કે થાણે દીવા લાઇનના કામે પણ વેગ પકડ્યો છે, આમ લાંબા સમયથી અટકી પડેલા મહત્ત્વના પ્રોજેક્ટ્સ શરૂ થતાં મુંબઈગરાઓ મે મહિનાના અંત સુધીમાં સારી કનેક્ટિવિટી મળવાની આશા રાખી શકે છે.

માઝગાવ અને સેન્ડહર્સ્ટ રોડ વચ્ચે આવેલો અને લાંબા સમયથી અટકેલો હૅન્કૉક બ્રિજ મે મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે. મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગર્ડરના મોટા ભાગના પાર્ટ્સ તૈયાર થઈ ગયા છે અને પાલિકાના અધિકારીઓ ગર્ડરને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. મુંબઈમાં ચોમાસું બેસતા પહેલાં જ ગર્ડર બેસાડી બ્રિજ શહેરીજનોના ઉપયોગ માટે ખુલ્લો મુકાશે. ૨૦૧૫માં અસુરક્ષિત જાહેર કરાયા બાદ ૨૦૧૬માં દક્ષિણ મુંબઈમાં ઈસ્ટ-વેસ્ટને જોડતો આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.

અન્ય એક મહત્ત્વનો ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડની વચ્ચે આવેલો ફ્રેરે બ્રિજ આવતા બે મહિનામાં તૈયાર થઈ જશે. આઇઆઇટી-બૉમ્બેએ હાથ ધરેલી તપાસમાં આ બ્રિજને જર્જરિત ગણાવી ટૂંકા ગાળાના ઉપાય તરીકે રિપેર કરવા અને લાંબા ગાળાના ઉપાય તરીકે ફરી બાંધવાનો વિકલ્પ સૂચવ્યો હતો.

પશ્ચિમ રેલવે દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા નવા ગર્ડર હાઈ સ્ટ્રેન્થ નોન-કોરોસીવ સ્ટીલના બનેલા છે. જૂના બ્રિજની પહોળાઈ ૧૬.૭૮ મીટર હતી જ્યારે કે નવો બ્રિજ ૧૭.૪૯ મીટર પહોળો હશે, જેમાં વાહનો માટે અને રાહદારીઓ માટે બે અલગ માર્ગ હશે.

આ પણ વાંચો : મૈંને પ્યાર કિયા હૈ, ઍસિડ-અટૅક યા ફિર રેપ નહીં કિયા: માથાફરેલ પ્રેમી

ત્રીજો પ્રોજેક્ટ ૯ કિલોમીટર લાંબો થાણે-દીવા લાઈન છે, જેનું બાંધકામ એપ્રિલ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવા અપેક્ષિત છે. આ લાઇનને પગલે મધ્ય રેલવેની પરાંની સેવામાં ૧૦૦ લાઇન ઉમેરાશે. ૧૧ વર્ષ પહેલાં શરૂ થયેલો આ પ્રોજેક્ટ વર્ષાન્ત કે ૨૦૨૧ની શરૂઆતમાં પૂર્ણ થશે. બાંધકામનું કાર્ય પૂર્ણ થયા પછી જૂની અને નવી લાઇનોને જોડવાનું, ઇલેક્ટ્રિફિકેશન અને અન્ય કામો હાથ ધરવામાં આવશે.

rajendra aklekar central railway mumbai railways mumbai news