સાઉથ આફ્રિકન સાથે ભારતમાં બિઝનેસ વધારવાના બહાને છેડતી અને છેતરપિંડી

07 October, 2014 05:23 AM IST  | 

સાઉથ આફ્રિકન સાથે ભારતમાં બિઝનેસ વધારવાના બહાને છેડતી અને છેતરપિંડી


મહિલાએ આરોપીની ઓળખાણ નવી મુંબઈમાં વાશીના રહેવાસી કુશ અગ્નિહોત્રી તરીકે આપી હતી. તેઓ એક પૉપ્યુલર સોશ્યલ નેટવર્કિંગ સાઇટ થકી મળ્યાં હોવાનું મહિલાએ જણાવ્યું હતું જ્યાં તેમની વચ્ચે દોસ્તી થઈ હતી. કોરિયોગ્રાફર કુશે મહિલાને વાશીમાં બિઝનેસ વધારવામાં મદદ કરવાના બહાને ભારતમાં બોલાવી હતી.

સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આ સાઉથ આફ્રિકન મહિલા ભારત પહોંચી ત્યારે કુશે તેના અકાઉન્ટમાંથી ૩૪,૦૦૦ રૂપિયા તડફાવી લીધા હતા. બાદમાં કલ્યાણ લઈ જઈ તેની જાતીય સતામણી પણ કરી હોવાની ફરિયાદ મહિલાએ કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનમાં રવિવારે મોડી રાત્રે નોંધાવી હતી. ૨૪ સપ્ટેમ્બરથી પાંચ ઑક્ટોબર વચ્ચે બનેલી આ ઘટના માટે પોલીસે રવિવારે રાત્રે કુશના મિત્ર શૈલેશ પાટીલની ધરપકડ કરી હતી જેની કાર મહિલાને કલ્યાણ લઈ જવા માટે વાપરવામાં આવી હતી. પોલીસ ભાગી ગયેલા કુશની શોધખોળ કરી રહી છે.