સોનુ સૂદે ૨૦ કરોડ રૂપિયાથી વધુની ટૅક્સ-ચોરી કરી : આઇટી

19 September, 2021 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડના અભિનેતા સોનુ સૂદના ઘરે શુક્રવારે આવકવેરા વિભાગનો સર્વે પૂરો થયો હતો અને આજે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે સોનુ સૂદ ૨૦ કરોડ કરતાં વધારે રૂપિયાની ટૅક્સ-ચોરીમાં સામેલ છે. 

સોનુ સૂદ

સોનુ સૂદના બિનનફાકારી સોનુ સૂદ ચૅરિટી ફાઉન્ડેશને ગયા વર્ષે જુલાઈમાં કોવિડની પહેલી લહેર દરમિયાન આશરે ૧૮ કરોડ કરતાં વધારે રૂપિયાનું દાન મેળવ્યું હતું. ચાલુ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં એમાંથી ૧.૯૦ કરોડ રૂપિયા રાહતકાર્યમાં વાપરવામાં આવેલા અને બાકીના ૧૭ કરોડ બિનનફાકારીના બૅન્ક ખાતામાં વપરાયા વગર પડ્યા છે. 
બૉલીવુડના અભિનેતા સોનુ સૂદના ઘરે શુક્રવારે આવકવેરા વિભાગનો સર્વે પૂરો થયો હતો અને આજે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે સોનુ સૂદ ૨૦ કરોડ કરતાં વધારે રૂપિયાની ટૅક્સ-ચોરીમાં સામેલ છે. 
આવકવેરા વિભાગના નિવેદન પ્રમાણે તપાસ દરમિયાન સતત ત્રણ દિવસ તેના મુંબઈસ્થિત ઘરની તલાશી બાદ અભિનેતા ૨૦ કરોડ કરતાં વધારેની ટૅક્સ-ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૪૮ વર્ષનો સોનુ સૂદ તાજેતરમાં જ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળ્યો હતો. ત્યાર બાદ જ તેના ઘરે આવકવેરા વિભાગનો દરોડો પડ્યો હતો.
ટૅક્સ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે સોનુ સૂદે વિદેશી દાનદાતાઓ પાસેથી વિદેશી યોગદાન (વિનિયમન) કાયદાના ઉલ્લંઘન દ્વારા એક ક્રાઉડ-ફન્ડિંગ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને ૨.૧૦ કરોડ રૂપિયા પણ ભેગા કર્યા છે જે આ પ્રકારની લેવડદેવડને નિયંત્રિત કરે છે.
આ સાથે જ અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરોમાં તલાશી દરમિયાન કરચોરી સંબંધિત આપત્તિજનક પુરાવાઓ મળ્યા છે. અભિનેતા દ્વારા અપનાવવામાં આવેલી મુખ્ય કાર્યપ્રણાલી દ્વારા અનેક લોકો પાસે બોગસ અસુરક્ષિત કરજ સ્વરૂપે પોતાની બેહિસાબ આવકને રૂટ કરવામાં આવી છે.

Mumbai mumbai news sonu sood