'સોનુ સૂદે રહેણાંક બિલ્ડિંગને બનાવી હોટલ'- BMCએ નોંધાવી પોલીસ કમ્પ્લેન

07 January, 2021 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

'સોનુ સૂદે રહેણાંક બિલ્ડિંગને બનાવી હોટલ'- BMCએ નોંધાવી પોલીસ કમ્પ્લેન

તસવીર સૌજન્ય જાગરણ

મુંબઇના નગર નિકાય બૃહ્નમુંબઇ નગર નિગમ (BMC)એ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ જુહૂ પોલીસ થાણામાં લેખિત ફરિયાદ કરી છે. BMCનો આરોપ છે કે સોનુ સૂદે આવશ્યક પરવાનગી વગર જ પોતાની રેસિડેન્શિયલ બિલ્ડિંદને હોટેલમાં પરિણમી છે. BMCએ પોલીસને MRTP હેઠળ મામલો નોંધવાની માગ કરી છે. પોલીસે ફરિયાદ મળવાની પુષ્ઠિ કરી છે. પોલીસનું કહેવું છે કે તે મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.

જણાવવાનું કે સોનુ સૂદે કોરોનાવાયરસ લૉકડાઉન દરમિયાન પોતોની છ માળની હોટેલને સ્વાસ્થ્ય કર્મચારીઓના ક્વૉરંટીનની સુવિધા માટે ખોલી છે.

ફરિયાદકર્તા ગણેશનું કહેવું છે કે, "સોનુ સૂદે આખી બિલ્ડિંગ રેસિડેન્શિયલ હેતુથી ખરી હતી પણ તેમણે પછીથી તેને હોટેલમાં પરિણમી દીધી. આની ફરિયાગ બીએમસીમાં કરી હતી પણ કોઇ એક્શન લેવામાં આવી નહીં. ત્યાર પછી મેં લોકાયુક્ત પાસે જઇને ફરિયાદ કરી જેના પછી સોનુ સૂદ પર કેસ નોંધવાનો આદેશ દિંડોશી કોર્ટે આપ્યો હતો."

ત્યારે બીએમસીએ જૂહુ પોલીસ સ્ટેશનમાં એમ આર ટીપી હેઠળ લેખિત ફરિયાદ કરી છે.

આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા રામ કદમે નિવેદન આપ્યું છે. તેમણે આરોપ મૂક્યો છે કે BMC અને રાજ્યની શિવસેના સરકાર કંગના રણોતની જેમ જ સોનુ સૂદને નિશાને લઈ રહી છે. તેમણે એક ટ્વીટ કરી આ મામલે ટિપ્પણી કરી અને કહ્યું કે, "કોરોનાના સંકટ કાળમાં એક્ટર સોનુ સૂદે પોતાના પૈસે ગરીબ મજૂરોને તેમના ગામ મોકલવામાં મદદ કરી હચી. જો કે, આ કામ મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્ર સરકારનું હતું, તેમને આ વાત સહન ન થઈ. શું આ જ કારણે બદલાની ભાવનામાં કંગના રણોત પછી હવે સોનુ સૂદનો વારો?"

તેમણે ગઠબંધનની સરકાર પર હુમલો કરતા કહ્યું કે 'આખરે કેટલા લોકોનો અવાજ દબાવશો?'

સોનુ સૂદે લૉકડાઉનમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોની મદદ કરી હતી. તેમણે મહિનાઓ સુધી પોતાના પ્રયત્નો દ્વારા તેમણે મહારાષ્ટ્ર અને દેશના બીજા ભાગમાં ફસાયેલા મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા હતા અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી. તેમણે મદદ માટે એક હેલ્પલાઇન નંબર પણ લૉન્ચ કરી હતી.

mumbai mumbai news brihanmumbai municipal corporation sonu sood bollywood bollywood news bollywood gossips