મુંબઈની મોટા ભાગની કૉલેજોમાં એક પણ પ્રોફેસર નથી

23 November, 2014 05:35 AM IST  | 

મુંબઈની મોટા ભાગની કૉલેજોમાં એક પણ પ્રોફેસર નથી



મહારાષ્ટ્રમાં કુલ ૨.૮ લાખ ટીચરમાંથી માત્ર સાત ટકાને જ ટીચિંગમાં હાઇએસ્ટ ગણાતી પ્રોફેસરની પોસ્ટ માટે પ્રમોટ કરવામાં આવ્યા છે. તાજેતરમાં એક સ્ટડીનાં તારણોમાં એવું પણ જાણવા મળ્યું હતું કે રાજ્યમાં ૭૦ ટકા જેટલા ટીચરો જુનિયર-મોસ્ટ ગણાતી અસિસ્ટન્ટ ટીચરની પોસ્ટ પર જ કામ કરે છે. એટલે કે કુલ ટીચરોમાંથી માત્ર ૧૭ ટકા જ ટીચિંગમાં સેકન્ડ રૅન્ક ગણાતી અસોસિએટ પ્રોફેસરની પોસ્ટ પર છે. ૨૦૧૧-’૧૨માં સરકારે જે ડેટા આપ્યા હતા એના આધારે આ સર્વે કરવામાં આવ્યો હતો.

જોકે મુંબઈમાં તો હાલત વધુ ખરાબ છે, કેમ કે મોટા ભાગની કૉલેજોમાં એક પણ પ્રોફેસર નથી. મુંબઈ યુનિવર્સિટી હવે કૉલેજોમાં પ્રોફેસર પસંદ કરવાની પ્રોસેસ સ્ટાર્ટ કરવાની તૈયારીમાં છે, પરંતુ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ પોસ્ટ માટે જે પ્રપોઝલ્સ મળી છે એ ગણીને દસથી વધુ નથી. આનું એક કારણ એ પણ છે કે મોટા ભાગની કૉલેજોમાં જુનિયર લેવલે કામ કરતા ટીચરો પ્રોફેસર બનવાની શૈક્ષણિક યોગ્યતા નથી ધરાવતા.