ભાંડુપ કૉમ્પ્લેક્સના સોલાર પ્લાન્ટે સુધરાઈના ચાર કરોડ બચાવ્યા

08 January, 2021 10:39 AM IST  |  Mumbai | Mehul Jethva

ભાંડુપ કૉમ્પ્લેક્સના સોલાર પ્લાન્ટે સુધરાઈના ચાર કરોડ બચાવ્યા

ભાંડુપ કૉમ્પ્લેક્સના સોલાર પ્લાન્ટે સુધરાઈના ચાર કરોડ બચાવ્યા

ભાંડુપ કૉમ્પ્લેક્સના જળશુદ્ધિકરણ પ્લાન્ટના વીજળીના વપરાશનું બિલ અમુક હદ સુધી ઘટાડવા અને બિનપરંપરાગત અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા સ્રોતોનો વધુ ઉપયોગ કરવા માટે પાલિકાએ ‘ભાંડુપ સંકુલ’ વિસ્તારમાં ૧૨.૫ મેગાવૉટનો સોલાર પાવર પ્લાન્ટ ઊભો કર્યો હતો જેના કારણે બે વર્ષમાં ચાર કરોડ રૂપિયા કરતાં વધુની બચત થઈ છે.
મુંબઈમાં સૌથી વિશાળ જળશુદ્ધિકરણનું કેન્દ્ર ભાંડુપમાં આવેલું છે જેમાં રોજના આશરે લાખો લિટર પાણીને ફિલ્ટર કરવામાં આવે છે. આ પ્લાન્ટને ચલાવવા માટે રોજ વીજળીનો બહુ વપરાશ કરવો પડતો હતો. એના પર કાબૂ મેળવવા પાલિકાએ ૨૦૧૮માં સોલાર પલાન્ટનો પ્રોજેક્ટ હાથમાં લઈ એના દ્વારા અત્યાર સુધીમાં ૬૮ લાખથી વધુ યુનિટ વીજળીનું ઉત્પાદન કરી આશરે ૪ કરોડ રૂપિયાની બચત કરી છે.
જળશુદ્ધિકરણ વિભાગ ભાંડુપના અધિકારી મહેન્દ્ર દેશમુખે કહ્યું હતું કે ૨૦૧૭માં આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો જેમાં ૨૦૧૮માં ૨૨ લાખના ખર્ચે આ સોલાર પ્લાન્ટ ઊભો કરાયો હતો. એ લગાડ્યા બાદ આટલો મોટો આર્થિક ફાયદો થયો હોવાથી હવે એને અનુસરી અનેક જગ્યાએ આવા પ્લાન્ટ બેસાડવાની તૈયારી પાલિકાએ કરી છે.

bhandup mumbai mumbai news