સ્મૃતિ ઈરાનીએ માતા-પિતાને 45મી વેડિંગ એનિર્વસરી પર આ રીતે આપી શુભેચ્છા

13 May, 2020 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્મૃતિ ઈરાનીએ માતા-પિતાને 45મી વેડિંગ એનિર્વસરી પર આ રીતે આપી શુભેચ્છા

સ્મૃતિ ઈરાનીએ પોસ્ટ કરેલી તસવીર

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની અત્યારે લૉકડાઉનના સમયનો શ્રેષ્ઠનો ઉપયોગ કરી રહ્યાં છે. ફની મિમ્સ શેર કરવાથી માંડીને ફેમેલી પિક્ચર્સ સુધી ઘણુ બધુ તેઓ સોશ્યલ મિડિયા પર શેર કરતા હોય છે. તાજેતરમાં જ સ્મૃતિએ તેમના મમ્મી પપ્પાની 45મી લગ્નતિથિ પર અનોખા અંદાજમાં શુભેચ્છા આપી હતી. પરંતુ ફેન્સને આ પોસ્ટ એપીક લાગ્યું હતું અને તેઓ ખડખડાટ હસી પડયા હતા.  

મંગળવારે સ્મૃતિએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પિતા અજય કુમાર મલ્હોત્રા અને માત શિબાની બાગચીનો જુનો બ્લેક એન્ડ વાઈટ ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, હેપી એનિર્વસરી મા પાપા... 45 વર્ષ પહેલા વિસ્ફોટક જેવા બે વ્યક્તિ એકસાથે આવ્યા અને ત્યારબાદ વિશ્વને મારા જેવી શાંત પ્રાણી આપી. ફોટો જોઈને લાગે છે કે આ ફોટો સ્મૃતિના માતા-પિતાના લગ્નનો હશે.

તેમના આ પોસ્ટને 50,000 કરતા વધુ લાઈક મળી હતી. તેમજ ફેન્સે જુદી જુદી કમેન્ટ પણ કરી હતી. પ્રોડયુસર એકતા કપૂરે કમેન્ટમાં લખ્યું હતું કે, હવે 'મને ખબર પડી કે આ લુક્સ ક્યાંથી આવ્યા.' જ્યારે અન્ય યૂર્ઝસે લખ્યું હતું કે, 'હાહહાહા, તમારું કૅપ્શન.'

સ્મૃતિ ઈરાની સોશ્યલ મિડિયા પર બહુ એક્ટિવ હોય છે અને તેમના ફોલોઅર્સને હંમેશા પોતાના સેન્સ ઓફ હ્યુમર અને મિમ્સથી એન્ટરટેઈન કરતા જ રહે છે. 

mumbai mumbai news smriti irani coronavirus covid19 lockdown