વેસ્ટર્નમાં મુસાફરોની સુવિધા માટે બેસાડાયાં ટિકિટ કિઓસ્ક

26 September, 2012 04:48 AM IST  | 

વેસ્ટર્નમાં મુસાફરોની સુવિધા માટે બેસાડાયાં ટિકિટ કિઓસ્ક

આની મદદથી પ્રવાસી ટિકિટ ખરીદી શકે છે, સ્માર્ટ કાર્ડ રીચાર્જ કરી શકે છે અને સેકન્ડોમાં સીઝન્સ ટિકિટ પણ રિન્યુ કરાવી શકે છે. જોકે આ મશીનનો ઉપયોગ કરવા માગતા પ્રવાસીએ એમાં જેટલી જરૂર હોય એટલી ચોક્કસ રકમ જ મૂકવી પડે છે, કારણ કે મશીન પૈસાની લેવડદેવડ કરી શકતું નથી. આ મશીનમાં પાંચ રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયાની નોટ તેમ જ એક, પાંચ અને દસ રૂપિયાના સિક્કાઓ વાપરી શકાય છે. આ મશીન પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે ચર્ચગેટ સ્ટેશન પર બેસાડવામાં આવ્યું છે અને જો પ્રવાસીઓનો હકારાત્મક પ્રતિભાવ મળશે તો એને વેસ્ટર્ન રેલવેનાં અન્ય સ્ટેશનો પર પણ બેસાડવામાં આવશે.