બીએમસી સ્કૂલોમાં સ્કિલ ડેવલપમેન્ટ શરૂ કરાશે

05 February, 2023 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસી દ્વારા સંચાલિત ૨૪૯ સ્કૂલમાં ભણતા નવમા અને દસમા ધોરણના ૪૧,૭૪૪ સ્ટુડન્ટ્સ પ્રાઇવેટ સ્કૂલોના વિદ્યાર્થીઓથી પાછળ ન રહી જાય એ માટે બીએમસીને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવાની યોજના બનાવી છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


મુંબઈ ઃ બીએમસી દ્વારા સંચાલિત ૨૪૯ સ્કૂલમાં ભણતા નવમા અને દસમા ધોરણના ૪૧,૭૪૪ સ્ટુડન્ટ્સ પ્રાઇવેટ સ્કૂલોના વિદ્યાર્થીઓથી પાછળ ન રહી જાય એ માટે બીએમસીને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવાની યોજના બનાવી છે. આગામી શૈક્ષણિક ઍકૅડેમિક વર્ષથી બીઅમેસીની સ્કૂલના સ્ટુડન્ટ્સને ઇલેક્ટ્રૉનિક્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, અપૅરલ/ફૅશન ડિઝાઇનિંગ, કોડિંગ, રોબોટિક્સ, ઑટોમોબાઇલ તથા ટૂરિઝમ અને હૉસ્પિટૅલિટી વગેરે સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાને અને નાયબ મુખ્ય પ્રધાને આ બાબત પર વિશેષ ધ્યાન આપવાની ભલામણ કરતાં બીએમસીએ આ યોજના બનાવી હોવાનું કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું.

brihanmumbai municipal corporation mumbai news