છ વર્ષના બાળકે મેળવ્યું એશિયા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન

17 September, 2020 01:02 PM IST  |  Mumbai | Urvi Shah Mestry

છ વર્ષના બાળકે મેળવ્યું એશિયા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન

ધ્યાન વોરા

અંધેરીમાં રહેતા સાડા છ વર્ષના ધ્યાન વોરાએ જનરલ નૉલેજના સવાલના જવાબ આપવાની સાથે વિવિધ પ્રકારના રુબિક્સ સૉલ્વ ૩ મિનિટ અને ૪૭ સેકન્ડમાં કરીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ ઑગસ્ટ મહિનામાં બનાવ્યો હતો. અહીં જ ધ્યાનની જર્ની પૂરી થતી નથી, ફરી ધ્યાન વોરાએ ૨ x ૨, ૩ x ૩, સ્ક્વેર અને પાયરામિન્કસ રુબિક્સ સૉલ્વ કરવાની સાથે-સાથે ફ્લૅશ કાર્ડ દ્વારા ૪૩ દેશના ફ્લૅગને ઓળખી ૩ મિનિટ અને ૪૦ સેકન્ડમાં એશિયા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મેળવીને ગ્રેન્ડ માસ્ટરનો ખિતાબ મંગળવારે મેળવ્યો હતો.
ધ્યાનનો હવે વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનો ગૉલ છે એમ કહેતાં ધ્યાન વોરાની મમ્મી નેહા વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સ્કૂલ હાલમાં બંધ છે એટલે ધ્યાનને રુબિક્સ સૉલ્વ કરવા માટે સારો એવો સમય મળી રહે છે. ધ્યાન સવાર, બપોર અને સાંજે અમુક સમય સુધી પોતાની જાતે જ રુબિક્સ સૉલ્વ કરવાની પ્રેક્ટિસ ટાઇમર મૂકીને કરતો હોય છે. હવે ધ્યાન કહે છે કે મને હજુ ગિનિશ બુક ઑફ રેકૉર્ડ પણ બ્રેક કરવો છે જેના માટે ધ્યાન નિયમિત રુબિક્સ સૉલ્વ કરે છે.

mumbai mumbai news urvi shah-mestry