સાયન હાઇવે પર કાટમાળની સમસ્યા ઉગ્ર બની

16 October, 2014 05:32 AM IST  | 

સાયન હાઇવે પર કાટમાળની સમસ્યા ઉગ્ર બની

હાઇવે પર કાટમાળના ઢગલા વધતાં બાઇકરો માટે આ સમસ્યા ચિંતાજનક થઈ ગઈ છે. સાયનના હાઇવે પર છેલ્લા મહિનાઓથી કાટમાળના ઢગલા વધતા જોવા મળે છે. કોણ નાખીને જતું રહે છે એની કોઈને જાણ નથી. કાટમાળ વધી પડતાં એ રોડ પર પ્રસરી જવાથી બાઇકરો માટે અત્યંત રિસ્કી બની જાય છે. કાટમાળના લીધે ટ્રાફિકના સમયે બાઇકરોને ખાસ્સી હાલાકી થતી હોય છે, કારણ કે તેમને લેફ્ટથી ઓવરટેક કરવામાં આ કાટમાળ નડતરરૂપ બની જાય છે. કાટમાળ જ્યારે રોડ પર પ્રસરી જાય છે ત્યારે બાઇકરો માટે બાઇક પર બૅલૅન્સ મેઇન્ટેન કરવું અત્યંત અઘરું થઈ જાય છે. આવી રીતે રોડ પર પડેલા કાટમાળને હટાવવા માટે સુધરાઈ કોઈ પગલાં કેમ નથી લેતી એ સમજાતું નથી. આ બાબત માહિતી આપતાં રોડ પર ઊભા રહેતા એક ટૅક્સી-ડ્રાઇવરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બાઇકરો માટે આ કાટમાળ નડતરરૂપ બની ગયો છે. રોડ પર પ્રસરતા કાટમાળથી હેરાનગતિ વધી જાય છે. રોડ પર પ્રસરતા કાટમાળથી બાઇક સ્લિપ થઈ શકે છે. ટ્રાફિકના ટાઇમમાં એ નડતરરૂપ બની જાય છે. બેથી ત્રણ બાઇકરોને બૅલૅન્સ ગુમાવતા જોયા છે.’