ઘાટકોપરના સિદ્ધ શાહને બનવું છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

18 June, 2022 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું મારી અપેક્ષા પ્રમાણેના માર્ક્સ લાવવામાં સફળ રહ્યો છું. હું દિવસના ત્રણથી ચાર કલાક ભણતો હતો. મને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે. ભણવામાંથી વચ્ચે એકાદ કલાક ફ્રેશ થવા માટે ક્રિકેટ રમવાનું છોડતો નહોતો.’

ઘાટકોપરના સિદ્ધ શાહને બનવું છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

ઘાટકોપર-વેસ્ટનો રહેવાસી અને ઘાટકોપર-ઈસ્ટની શેઠ વીરચંદ દેવશી ધનજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી સિદ્ધ મેહુલ શાહ ૯૬.૨૦ ટકા સાથે તેની સ્કૂલનો ફર્સ્ટ રૅન્કર બન્યો છે. તેને ભવિષ્યમાં કૉમર્સ ગ્રૅજ્યુએટ બનીને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવું છે. 
પોતાની સફળતાની માહિતી આપતાં સિદ્ધે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાર્ડ વર્ક અને મમ્મી સોનલ તથા પપ્પા મેહુલના સાથસહકાર અને માર્ગદર્શનને કારણે હું મારી અપેક્ષા પ્રમાણેના માર્ક્સ લાવવામાં સફળ રહ્યો છું. હું દિવસના ત્રણથી ચાર કલાક ભણતો હતો. મને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે. ભણવામાંથી વચ્ચે એકાદ કલાક ફ્રેશ થવા માટે ક્રિકેટ રમવાનું છોડતો નહોતો.’

Mumbai mumbai news