૨૦૨૨ના ચર્ચિત ડ્રગ્સ કેસમાંથી શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને ઓરીનાં નામ નીકળી જશે

26 April, 2026 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે પોલીસની ઍન્ટિ-નાર્કોટિક્સ સેલની તપાસ પૂર્ણ થયા બાદ આ તમામને ક્લીન ચિટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને ઓરી

૨૦૨૨ના ચર્ચિત મુંબઈ ડ્રગ્સ કેસમાં બૉલીવુડ સાથે જોડાયેલાં અનેક મોટાં નામો સામે આવ્યાં બાદ ભારે હલચલ મચી હતી. હવે આ જ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ ઍક્ટ્રેસ શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને સોશ્યલ મીડિયા પર્સનાલિટી ઓરહાન અવત રામાણી એટલે કે ઓરીને મોટી રાહત મળી શકે છે. મુંબઈ પોલીસની તપાસમાં તેમના વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા ન મળતાં તેમનાં નામ સપ્લિમેન્ટરી ચાર્જશીટમાંથી હટાવવાની તૈયારી ચાલી રહી છે.

આ કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર અને રાજકારણી ઝીશાન સિદ્દીકીનું નામ પણ શરૂઆતની તપાસમાં સામે આવ્યું હતું, પરંતુ હવે પોલીસની ઍન્ટિ-નાર્કોટિક્સ સેલની તપાસ પૂર્ણ થયા બાદ આ તમામને ક્લીન ચિટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

mumbai news mumbai nora fatehi Narcotics Control Bureau shraddha kapoor orry mumbai police Crime News