Narayan Rane: નારાયણ રાણેના મુંબઈ સ્થિત બંગલા સામે `કારણ જણાવો` નૉટિસ જાહેર

31 May, 2022 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan Rane)ને તેમના જૂહુ સ્થિત બંગલાને લઈને `કારણ જણાવો` નૉટિસ જાહેર કરવામાં આવી છે. એક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી છે.

નારાયણ રાણે (ફાઇલ તસવીર)

મુંબઈમાં એક સીઆરઝેડ માનદંડના કહેવાતા ઉલ્લંઘન મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan Rane)ને તેમના જૂહુ સ્થિત બંગલાને લઈને `કારણ જણાવો` નૉટિસ જાહેર કરવામાં આવી છે. એક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી છે. આ પહેલા, નગર નિકાયે કહેવાતી રીતે અનધિકૃત નિર્માણ મામલે રાણેને `અધીશ` બંગલાને લઈને પણ તેમને નૉટિસ જાહેર કરી હતી.

નિર્માણ મામલે ઉલ્લંઘન પર જાહેર કરવામાં આવી નૉટિસ
જિલ્લા સ્તરીય તટના પ્રબંધન સમિતિ દ્વારા 24 મેના જાહેર હાલની નૉટિસમાં `મેસર્સ આર્ટલાઈન પ્રૉપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ`ને 10 જૂનના સવારે11 વાગ્યે જિલ્લાધિકારી સામે વ્યક્તિગત સુનાવણી માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. નૉટિસમાં આ વાતને લઈને સ્પષ્ટિકરણ આપવાની વાત કહેવામાં આવી છે કે, "આ ઉક્ત નિર્માણને સ્વીકૃત એફએસઆઇ (તળ ક્ષેત્ર સૂચકાંક) કરતા વધારે અને અનધિકૃત નિર્માણ કરીને 11 જુલાઈ, 2007ના સીઆરઝેડ એનઓસી (NOC)નું ઉલ્લંઘન કેમ ન માનવું જોઈએ?"

MCZMAમાં ફરિયાદ બાદ જાહેર કરવામાં આવી નૉટિસ
નારાયણ રાણેને આ નૉટિસ મહારાષ્ટ્ર MCZMAના સચિવ અને પર્યાવરણ નિદેશકને કરવામાં આવેલી ફરિયાદ બાદ અને સીઆરઝેડ માનદંડના કહેવતા ઉલ્લંઘન બાદ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે `આર્ટલાઈન પ્રૉપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ`નું એક અન્ય કંપનીમાં વિલિનીકરણ થઈ ગયું છે, જેમાં રાણે અને તેમના પરિવારના શૅર છે.

મુંબઈ ઉપનગર જિલ્લાધિકારી અને જિલ્લા સ્તરીય તટીય ક્ષેત્ર પ્રબંધન પ્રાધિકરણ (DCZMA)ની અધ્યક્ષા નિધિ ચૌધરીએ `પીટીઆઇ-ભાષા`ને કહ્યું, `DCZMAએ MCZMA પાસેથી મળેલા એક રિપૉર્ટને આધારે નૉટિસ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઉક્ત બંગલાને એફએસઆઇ એક માટે સીઆરઝેડ પરવાનગી મળી છે, પણ આ નિર્માણ ઉક્ત પરવાનગી કરતા વધારે છે.`

નૉટિસમાં કહેવામાં આવ્યું છે, "જો તમે ગેરહાજર રહો છો અને કોઈ સ્પષ્ટીકરણ નહી આપો, તો સમિતિ એ માની લેશે કે તમારે આ મામલે કંઇ નથી કહેવું અને આ મામલે યોગ્ય નિર્ણય લેવા કે પગલું લેવા માટે આગળ વધશે."

Mumbai mumbai news narayan rane