શિવાજી પાર્કમાં શિવસેનાની મહારૅલી મુશ્કેલીમાં?

10 October, 2011 08:28 PM IST  | 

શિવાજી પાર્કમાં શિવસેનાની મહારૅલી મુશ્કેલીમાં?


તાજેતરમાં દશેરાની શિવસેનાની રૅલીમાં પક્ષે સાઇલન્સ ઝોનમાં ૫૦ ડેસિબલથી વધારે અવાજનું પ્રમાણ ન વધવું જોઈએ એ નિયમની સદંતર અવગણના કરી હતી. આ વિસ્તાર સાઇલન્સ ઝોન હોવાથી અહીં સ્પીકરની મદદથી અમુક મર્યાદા કરતાં વધારે અવાજને મંજૂરી નથી. જોકે શિવસેનાએ બે વખત આ નિયમની સદંતર અવગણના કરી હોવાથી ચળવળકારોના વિરોધને પગલે હવે પક્ષને ભીમશક્તિ-શિવશક્તિના જોડાણની ઉજવણી કરવા માટે શિવાજી પાર્કમાં ભવ્ય રૅલીનું આયોજન કરવાની કદાચ મંજૂરી ન પણ મળે. શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેએ દશેરાની રૅલીમાં જાહેરાત કરી હતી કે આગામી ચૂંટણીમાં તેમનો પક્ષ અને સાથીદારો તેમના જોડાણની જાહેરાત કરવા શિવાજી પાર્કમાં જ ટૂંક સમયમાં બીજી રૅલીનું આયોજન કરશે.


આ વિવાદ વિશે વાત કરતાં શિવસેનાની દશેરા રૅલીની પરવાનગી મેળવવા માટે ર્કોટમાં અરજી કરનારા સેનાના નેતા અનિલ પરબે કહ્યું હતું કે ‘અમે ફરીથી પરવાનગી મેળવવા માટે અરજી કરીશું અને પછી જ રૅલી યોજીશું. અમે ૨૦૧૨ના ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સુધરાઈની ચૂંટણી પહેલાં જ મહારૅલીનું આયોજન કરીશું. હવે પરવાનગી આપવી કે ન આપવી એ ર્કોટનો નર્ણિય છે, અમારી ફરજ તો માત્ર અરજી કરવાની છે.’