શિવસેનાએ નવી ફોર્મ્યુલા આપીને યુતિનો ગૂંચવાડો વધાર્યો

13 February, 2019 10:32 AM IST  |  મુંબઈ

શિવસેનાએ નવી ફોર્મ્યુલા આપીને યુતિનો ગૂંચવાડો વધાર્યો

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે

લોકસભા પહેલાં વિધાનસભાની સીટોની વહેંચણી કરો, ૧૯૯૫ની ફૉમ્યુર્લાને અપનાવો, નહીં તો મુખ્ય પ્રધાનપદ વહેંચી આપો
દેશભરમાં લોકસભા ચૂંટણીની પડઘમ સંભળાઈ રહી છે ત્યારે શિવસેનાએ વિધાનસભાની બેઠકોની પહેલાં વહેંચણીનો મુદ્દો ઉઠાવીને યુતિની વાટાઘાટોમાં ગૂંચવાડો ઊભો કર્યો છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિવસેનાએ કહ્યું છે કે પહેલાં વિધાનસભા માટે ૧૯૯૫ની ફોર્મ્યુલા માન્ય કરો, પછી લોકસભાની સીટોની વહેંચણી નક્કી કરીશું.


ભાજપના અધ્યક્ષ અમિત શાહે કથિત રીતે ગઈ કાલે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે યુતિની ચર્ચા કરવા માટે ફોન કર્યો હતો અને ત્યારે ઉદ્ધવે વિધાનસભા માટે ૧૯૯૫ની ફોર્મ્યુલા અપનાવવાની અથવા તો મુખ્ય પ્રધાનપદ વહેંચી લેવાના બે વિકલ્પ આપતાં કહ્યું હતું કે વિધાનસભાની વહેંચણી ફાઇનલ થશે પછી જ લોકસભાની બેઠકોની વહેંચણીની વાત કરવામાં આવશે એવું કહી દીધું હોવાનો દાવો સૂત્રોએ કર્યો હતો.


મહારાષ્ટ્ર વિધાનસભાની ૧૯૯૫ની ચૂંટણીમાં શિવસેનાએ ૧૭૧ અને ભાજપે ૧૧૭ જગ્યાઓ પર ઉમેદવારો લડાવ્યા હતા. શિવસેનાની સીટો વધુ હોવાથી યુતિ સરકારના સમયમાં શિવસેનાના મુખ્ય પ્રધાન અને ગ્થ્ભ્ના ઉપમુખ્ય પ્રધાન બન્યા હતા. ગત ચૂંટણીનો અનુભવ ખરાબ હોવાથી શિવસેનાએ હવે પહેલાં વિધાનસભામાં વધુ સીટોની માગણી કરી છે. આ કારણે યુતિમાં નવી અડચણો આવવાની શક્યતા દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ ખેડૂતોના અકાઉન્ટમાં જમા થતો આંકડો ખોટો નહીં સાંખી લેવાય : શિવસેના

જો ૧૯૯૫ની ફૉમ્યુર્લા ભાજપે માન્ય રાખી તો આગામી વિધાનસભા બાદ શિવસેનાના મુખ્ય પ્રધાન રાજ્યને મળશે અથવા યુતિ તૂટશે તો એનું સૌથી મોટું નુકસાન ગ્થ્ભ્એ ભોગવવું પડશે.

national news uddhav thackeray