શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા, મુંબઈ એરપોર્ટ પર કરી તોડફડ

02 August, 2021 03:10 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે.

મુંબઈ એરપોર્ટ

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. આ એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપના હાથમાં છે.  શિવસેનાના કાર્યકર્તાઓએ  એરપોર્ટ પર લગાવવામાં આવેલુ અદાણી એરપોર્ટ બોર્ડને નુકસાન પહોંચાડ્યુ છે. 

શિવસેનાએ આક્ષેપ કર્યો છે કે પહેલા આ એરપોર્ટ છત્રપતિ શિવાજી નામે ઓળખાતું હતું. પરંતુ હવે તે અદાણી એરપોર્ટના નામે આળખાય છે. જે અમે સહન નહીં કરી શકીએ. 

નોંધનીય છે કે અદાણી ગ્રુપ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં એવિએશન સેક્ટરમાં મોટુ રોકાણ કરવામાં આવી રહ્યું છે.  દેશના કેટલાય મોટા એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપ કરી રહ્યું છે. જુલાઈમાં અદાણી ગ્રુપે  મુંબઈ ઈન્ટકરનેશનલ એરપોર્ટનું સંચાલન પોતાના હાથમાં લીધુ હતું.  જે અંગે ખુદ ગૌતમ અદાણી ટ્વિટ કરી માહીત આપી છે. 

વિપક્ષ દ્વારા સતત આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશના કેટલાક મોટા એરપોર્ટના સંચાલન અદાણી ગ્રુપના હાથમાં છે. કોંગ્રેસ સહિતની દળો આ અંગે વિરોધ કરી રહી છે. આ ઉપરાંત આ મુદ્દે તેમણે વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું હતું. 

mumbai mumbai news mumbai airport