ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના સ્વતંત્ર રીતે ઝુકાવશે

11 September, 2012 05:30 AM IST  | 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના સ્વતંત્ર રીતે ઝુકાવશે

શિવસેનાના સ્પોકપર્સન સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ગુજરાતમાં આવી રહેલી ચૂંટણી શિવસેના લડવાની છે અને એ માટે અમે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે ગુજરાતની વિધાનસભાની ૧૮૨ સીટમાંથી શિવસેના કેટલી સીટ પર ચૂંટણી લડશે એ વિશે સંજય રાઉતે કોઈ ફોડ પાડ્યો નહોતો. શિવસેનાનું બીજેપી સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધન છે અને રાષ્ટ્રીય લેવલ પર તેઓ એનડીએ સાથે છે. હજી બે દિવસ અગાઉ જ શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેએ બીજેપીનાં સુષમા સ્વરાજને વડા પ્રધાનપદ માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં હતાં અને ગઈ કાલે શિવસેનાએ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરતાં રાજકીય લેવલ પર જાતજાતની ચર્ચાઓ થવા માંડી છે.

‘મિડ-ડે’એ મુંબઈ બીજેપીના અધ્યક્ષ રાજ પુરોહિતનો આ બાબતે પ્રતિભાવ જાણવાની કોશિશ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે શિવસેનાએ કદાચ અત્યારે એવું વિચાયુંર્ હશ, પણ અમારા સંબંધો એટલા મજબૂત છે કે મને વિશ્વાસ છે કે આખરે તો એ ગુજરાતમાં ચૂંટણી લડવાનું માંડી વાળશે.     

 બીજેપી = ભારતીય જનતા પાર્ટી

એનડીએ = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ