11 September, 2025 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આગામી ચૂંટણી માટે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતાવાળી શિવસેનાએ મુખ્ય કાર્યકારી સમિતિની રચના કરી છે.
૨૧ સભ્યો ધરાવતી આ સમિતિમાં શિવસેનાના વરિષ્ઠ નેતાઓ, ભૂતપૂર્વ અને અત્યારના વિધાનસભ્યો તથા સંસદસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ BMCની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અગત્યના નિર્ણયો લેશે.
સમિતિમાં એકનાથ શિંદે ઉપરાંત રામદાસ કદમ, ગજાનન કીર્તિકર, રવીન્દ્ર વાયકર અને મિલિન્દ દેવરા જેવા દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. BMCમાં અત્યાર સુધી શિવસેનાની સત્તા રહી છે પરંતુ શિવસેનામાં બે ફાંટા પડતાં એકનાથ શિંદેએ આ વર્ષે વધુમાં વધુ નગરસેવકો તેમના પક્ષમાંથી ચૂંટાય એવી તૈયારી રાખી છે જેના માટે અત્યાર સુધી ચૂંટાઈ આવેલા ૬૦ ભૂતપૂર્વ નગરસેવકોને શિંદેની શિવસેનામાં પ્રવેશ આપવામાં આવ્યો છે.